લાપરવાહ લોકો પર બગડ્યા દાદા, કહ્યું-મેચ જોનારા ભૂલી ગયા કે કોરોના હજી ગયો નથી
Trending Photos
- બાગ બગીચાઓ બંધ થતાં ગુજરાત યુનિવર્સીટી વિસ્તારમાં સિનિયર સીટીઝન એકબીજા સાથે ચિંતામુક્ત થઈ મજા માણતા જોવા મળ્યા
- મોર્નિંગ વોક કર્યા બાદ એકબીજા સાથે ચા નાસ્તો કરી રહેલા વડીલોએ વધતા કોરોના સંક્રમણ માટે સરકાર અને લોકો એમ બંનેને જવાબદાર ઠેરવ્યા
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1415 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 4 દર્દીઓનાં મૃત્યુ નોંધાયું છે. સુરતમાં સૌથી વધુ 450, અમદાવાદમાં 344, વડોદરામાં 144 અને રાજકોટમાં 132 નવા કેસ નોંધાયા છે. છતાં લોકો લાપરવાહી બતાવતા નજરે પડી રહ્યાં છે. હજી પણ લોકો બિન્દાસ અને મુક્ત થઈને ફરી રહ્યાં છે. ઝી 24 કલાકે વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદીઓ કેવા અને કેટલા સતર્ક છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લોકોની લાપરવાહી નજરે પડી હતી. કોરોના સંક્રમણને કારણે બાગ બગીચાઓ બંધ થતાં શહેરીજનો માર્ગો પર મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા હતા. બાગ બગીચાઓ બંધ થતાં ગુજરાત યુનિવર્સીટી વિસ્તારમાં સિનિયર સીટીઝન એકબીજા સાથે ચિંતામુક્ત થઈ મજા માણતા જોવા મળ્યા હતા. જોકે, મોર્નિંગ વોક કર્યા બાદ એકબીજા સાથે ચા નાસ્તો કરી રહેલા વડીલોએ વધતા કોરોના સંક્રમણ માટે સરકાર અને લોકો એમ બંનેને જવાબદાર ઠેરવ્યા હતા.
આ પણ વાંચો : નથી માથું દુખતું નથી, નથી ખાંસી આવતી... સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનનો હાહાકાર
એક સિનીયર સિટીઝને કહ્યું કે, કેસો વધ્યા છે પરંતુ લોકોએ પણ ભૂલો કરી છે તેનું આ પરિણામ છે. લોકો મોટી સંખ્યામાં મેચ જોવા ગયા, ત્યારે લોકો ભૂલી ગયા કે કોરોના હજુ ગયો નથી. ચૂંટણી વખતે રેલીઓમાં જે ભૂલો થઈ તેના કારણે પરિસ્થિતિ ફરી બગડી છે. કોરોનાને અટકાવવા સરકાર અને લોકોએ એક સાથે આવવું પડશે તો જ સફળતા મળશે, બાકી સરકારને જે જોઈએ એ મળી રહ્યું, કોરોનાને જે જોઈએ એ પણ મળી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમાં કોવિડ ગાઈડલાઇન્સના ચુસ્ત પાલન માટે આ પત્ર લખવામાં આવ્યો છે. સતત 5 મહિના સુધી કોરોના કેસ ઘટ્યા બાદ છેલ્લા કેટલાક સપ્તાહથી કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કેસો વધવા પાછળનું મુખ્ય કારણ કોવિડ પ્રોટોકોલના ભંગને ગણાવ્યું. તેમણે પત્રમાં લખ્યું કે, લોકો માસ્ક નથી પહેરી રહ્યા, ભીડવાળી જગ્યાઓ પર નિયમોનું પાલન થતું નથી. આગામી તહેવારોને અનુલક્ષીને પહેલાની જેમ કોવિડ પ્રોટોકોલ્સનું ચુસ્ત પાલન કરાવવા ટકોર કરી.
આ પણ વાંચો : મળવા જેવો માણસ, ચકલીઓના અસલી રક્ષક છે મનસુખભાઈ માલી
તો બીજી તરફ, અમદાવાદમાં આજથી સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટ કરાવવાનું શરૂ કરાશે. આજથી શાકભાજી, વાળંદ, રીક્ષા ડ્રાઇવરોના કોરોના ટેસ્ટ કરાશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરાશે, જેથી કોરોના સંક્રમણને ઘટાડી શકાય. રિપોર્ટના આધારે તમામને ઓળખપત્ર આપવામાં આવશે. આ સાથે જ ફૂડ ડિલીવરી બોયના પણ RTPCR ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદમાં સંક્રમણ વકરતાં તંત્રએ આ નિર્ણય લીધો છે.
આ ઉપરાંત અમદાવાદમાં યુદ્ધના ધોરણે વેક્સીનેશનુ કાર્ય શરૂ કરાયું છે. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી કોરોનાની વેક્સીનેશન પ્રોસેસ ચાલી રહી છે. અમદાવાદમાં સરકારી હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર સહિત 100 થી સ્થળોએ વેક્સીનેશન થઇ રહ્યું છે. આ સિવાય નક્કી કરાયેલી ખાનગી હોસ્પિટલમાં પણ રસીકરણ કરાઇ રહ્યું છે. એક સેન્ટર પર સરેરાશ ૩૫૦ જેટલા નાગરિકોને રસી અપાય છે. કોરોનાના વધતા કેસ કોરોનાની વેક્સીન લેવા પણ લોકોનો ધસારો વધ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે