ગુજરાત સરકારે રોજગારીની લાલચે મોંઘામુલી જમીન ગુમાવી, હવે રોજગારનાં નામે ઠાલા વચનો
Trending Photos
* શ્રમ અને રોજગાર વિભાગે વિધાનસભા ગૃહ માં કરી કબૂલાત
* ધારાસભ્ય ગ્યાસુદિન શેખ ના પ્રશ્ન પર ગૃહ માં વિભાગ નો લેખિત જવાબ
* રાજ્યમાં સ્થાપાતા ઉદ્યોગો માં 85 ટકા સ્થાનિકો ને રોજગારી આપવાની છે નીતિ
* કેન્દ્ર સરકાર ના જાહેર સાહસો માં સ્થાનિકો ને રોજગારી ન અપાતી હોવાની કબૂલાત
* સ્થાનિક કક્ષાએ મેનેજરીયલ/સુપરવાઈઝર કક્ષામાં અનુભવી ઉમેદવારો ન મળવાના કારણે સમસ્યા
અમદાવાદ : રાજ્યમાં સ્થાનિકોને રોજગારી આપવામાં 85% સ્થાનિક લોકો હોવા જોઈએ તેનું પ્રમાણ ન જળવાતુ હોવાનું રાજ્ય સરકારે પોતે સ્વીકાર કર્યો હતો. વિધાનસભામાં પુછાયેલા એક સવાલનાં જવાબમાં સરકારે પોતે સ્વિકાર કર્યો હતો કે, કંપનીઓ 85 ટકા સ્થાનિક સ્ટાફને રાખવાની શરતોનું પાલન કરતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવનારા દરેક ઉદ્યોગ સાથે થતા MoUમાં શરત હોય છે કે, તેઓએ 85 ટકા રોજગારી સ્થાનિક કક્ષાએ આપવી પડશે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો કે ONGC, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને IOC જેવી કંપનીઓમાં 85% સ્થાનિક રોજગારીની ટકાવારી જળવાતી નથી. સ્થાનિક 85 ટકા રોજગારી આપવાના નિયમો અમલીકરણ થાય એ માટે રોજગાર વિભાગ દ્વારા નાયબ નિયામક રોજગાર દ્વારા છ માસે જે એકમોમાં સ્થાનિક 85 ટકા રોજગારી સ્થાનિક લોકોને નથી આપતા તેમની સાથે બેઠક કરીને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
સ્થાનિક રોજગારનું પ્રમાણ જળવાઈ એટલા માટે પ્રાદેશિક કચેરી દ્વારા આવા એકમોને પત્રો લખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 85 ટકા રોજગારીનું પ્રમાણ ન જળવાય તો તેના પર કાર્યવાહી માટેનો કોઇ નિયમ નથી. તેવામાં રોજગાર કચેરી અને તેના અધિકારીઓ દ્વારા કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરીને તેમને સમજાવવા સિવાયનો કોઇ જ વિકલ્પ રહેતો નથી. તેવો પણ સરકાર દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે