'ગાડી મેરે બાપ કી…' રોડ સ્ટન્ટ કેસમાં ખુદ પોલીસ જ ભરાઈ ગઈ! હાઇકોર્ટે અધિકારીઓને ફટકારી નોટિસ
'ગાડી મેરે બાપ કી...' સિંધુભવન રોડ સ્ટન્ટ કેસમાં પોલીસ જ ભરાઈ ગઈ છે, જી હા.. સિંધુ ભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મુદ્દે યુવક ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને કોર્ટે પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ઈસ્કોન બ્રિજની ઘટના બાદ ગુજરાત પોલીસ સતર્ક બની ગઈ છે, અને અડધી રાત્રે ટ્રાફિક ડ્રાઈવ કરી રહી છે. જેમાં સોશિયલ મીડિયામાં રિલના દિવાના બનેલા યુવાનોને શોધી શોધીને કાયદાકીય બોધપોઠ ભણાવી રહી છે. પરંતુ અમુક કિસ્સામાં પોલીસ પણ ભરાઈ જતી હોય છે, અને આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે.
'ગાડી મેરે બાપ કી...' સિંધુભવન રોડ સ્ટન્ટ કેસમાં પોલીસ જ ભરાઈ ગઈ છે, જી હા.. સિંધુ ભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મુદ્દે યુવક ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને કોર્ટે પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી છે. હવે પોલીસ અધિકારીઓએ કોર્ટને જવાબ આપવો પડશે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સિંધુ ભવન રોડ પર એક યુવકને “ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં” આવું પોસ્ટરમાં લખાવી પોલીસે પરેડ કરાવી હતી. જે મામલે યુવક હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે સરખેજ પોલીસ ઇન્સ્પેકટર, સરખેજ પોલીસ સ્ટેશનના PSI, સેટેલાઇટના PSI અને એક કોન્સ્ટેબલને કોર્ટે નોટિસ આપી છે. જેમાં સંબંધિત પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટે, અદાલતના હુકમના તિરસ્કારની નોટિસ ઇસ્યુ કરી છે. આગામી 7 ઓગસ્ટ સુધીમાં ખુલાસો માગ્યો છે. તેમજ કેસની વધુ તપાસ પર હાઇકોર્ટે રોક લગાવી છે.
શું હતો સમગ્ર કેસ?
અમદાવાદના સિંધુભવન રોડ પર બેફામ ગતિએ કાર ચલાવીને સ્ટન્ટ કરનારા એક નબીરાને પોલીસે પકડ્યો હતો, આ કેસમાં પોલીસે 24 વર્ષીય જુનૈદ મિર્ઝા નામના યુવાનને જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા પકડીને તેને "ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં" એવું લખેલું બોર્ડ પકડાવ્યું હતું તથા જાહેરમાં અપમાનિત કર્યો હતો. આ બનાવ પછી જુનૈદ મિર્ઝા હાઈકોર્ટમાં ગયો અને DCP ઝોન-7ની સ્કવોડના 4 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ કરી હતી. આરોપીને જાહેરમાં પરેડ કરાવીને તેને અપમાનિત કરવા સામે કોર્ટે મનાઈ ફરમાવી છે. તેથી આ કેસમાં કોર્ટે પોલીસ પાસે ખુલાસો માંગ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે