હાર્દિક પટેલને હાઈકોર્ટનો ઝટકો, ઊંઝામાં મા ઉમિયાના દર્શને જવા મંજૂરી નહિ મળી
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાર્દિક પટેલની મહેસાણામાં પ્રવેશની મજૂરી માંગતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ મામલામાં કોર્ટે અવલોકન કર્યું કે, હાર્દિકના ઈરાદા ઉમિયા ધામમાં ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા નહિ, પણ કોઈ બીજા ઇરાદે જવા માંગે છે. હાર્દિક પટેલે 15 થી 24 ડિસેમ્બર સુધી મહેસાણામાં પ્રવેશ માટે મંજૂરી માંગી હતી.
હાર્દિકે મહેસાણામાં પ્રવેશની મંજૂરી માંગી હતી
હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં મહેસાણામાં પ્રવેશની મંજૂરી માગતી અરજી કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આગામી તારીખ 15 થી 24 ડિસેમ્બર સુધી મહેસાણામાં યોજાનારા ઉમિયા માતાના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી મંજૂરી માગતી અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, વિસનગર કેસમાં કોર્ટે હાર્દિક પટેલના મહેસાણામાં પ્રવેશ પર રોક લગાવી છે. પાટીદાર અનામત આદોલન સમયે વિસનગરમાં તોડફોડ કરવાના કેસમાં હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટે હાર્દિકને મહેસાણામાં પ્રવેશ નહિ કરવાની શરતે જામીન પર મુક્ત કર્યો હતો.
હાર્દિક પટેલની મહેસાણામાં પ્રવેશની મંજૂરી માંગતી અરજી પર સરકાર તરફથી હાઈકોર્ટમાં એડિશનલ એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. જેની સામે હાર્દિકના વકીલે જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરી હતી. આ મામલે 19 ડિસેમ્બરે વધુ સુનવણી હાથ ધરવાની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે