સરકારી નોકરી ઈચ્છુક લોકો તૈયાર થઈ જાઓ! લાંબા સમય બાદ ગુજરાતના આ ખાતામાં પડી Vacancy

વર્ગ 1માં ખાલી પડેલી જગ્યામાં 7મા પગારપંચના લાભ મુજબ 56,100- 1,77,500 ના સરકારના નિયમ મુજબ પગારધોરણનો લાભ મળશે તો વર્ગ 2ની ખાલી પડેલી જગ્યામાં 44,900- 1,42,400 પગાર ધોરણનો લાભ મળશે

સરકારી નોકરી ઈચ્છુક લોકો તૈયાર થઈ જાઓ! લાંબા સમય બાદ ગુજરાતના આ ખાતામાં પડી Vacancy

અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2021માં સરકારી ભરતીઓ માટેના દ્વાર ખુલ્યા છે. ગૌણસેવા અને હાઈકોર્ટની ઘણી જગ્યાઓ ખાલી પડી હતી. ત્યારે ગુજરાતના એક એવા વિભાગમાં ભરતીની જાહેરાત થઈ છે જેના માટે ઘણા સમયથી રાહ જોવામાં આવતી હતી. માહિતી વિભાગે ઘણા સમય બાદ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. માહિતી ખાતામાં ખાસ કરીને પત્રકારત્વ ક્ષેત્રનું અભ્યાસ કરેલા યુવાનો માટે ઉજ્જવળ તક રહેતી હોય છે.

માહિતી વિભાગમાં કામ કરવાની સુવર્ણ તક
ગુજરાતના માહિતી વિભાગમાં પત્રકારત્વનો અભ્યાસ કરેલા લોકો માટે નવી ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. ફુલ 88 જગ્યાઓ પર જગ્યા ખાલી પડી છે. વર્ગ માટે 15 તો વર્ગ 3 માટે 77 જગ્યાઓ પર ભરતી પડી છે. વર્ગ 1 માટે નાયબ માહિતી નિયામકની 8 જગ્યાઓ તો વર્ગ 2ની સહાયક માહિતી નિયામક માટે 15 જગ્યાઓ પડી છે. તો વર્ગ 3ની પોસ્ટમાં સિનિયર સબ એડિટર માટે 15 અને માહિતી મદદનીશ માટે 62 જગ્યાઓ ખાલી પડી છે.

કેટલી પડી છે જગ્યાઓ
નાયબ માહિતી નિયામકની ફુલ 8 જગ્યાઓમાં બિન અનામત વર્ગ માટે 5 જગ્યાઓ રાખવામાં આવી છે તો વર્ગ 2ની સહાયક માહિતી નિયામકની 15 જગ્યાઓમાં 3 જગ્યા બિન અનામત વર્ગ માટે રાખવામાં આવી છે.આ બંને ખાલી પડેલી જગ્યામાં 1-1 જગ્યા મહિલા વર્ગ માટે અનામત રખાઈ છે.

વર્ગ 3ની સિનિયર સબ એડિટર વર્ગ-3 ની 15 જગ્યાઓમાં 7 જગ્યાઓ બિન અનામત વર્ગ માટે જેમાં બિન અનામત વર્ગની મહિલાઓ માટે 2 જગ્યા અનામત રખાઈ છે.  સૌથી વધારે માહિતી મદદનીશ વર્ગ-3ની જગ્યા ખાલી પડી છે. માહિતી વર્ગ-3ની 62 જગ્યામાં 28 જગ્યા બિન અનામત વર્ગ માટે અનામત છે જેમાં બિન અનામત વર્ગની મહિલાઓ માટે 9 જગ્યા અનામત રાખવામાં આવી છે.
 
ખાલી પડેલી જગ્યાઓ પરની લાયકાત
વર્ગ- 1ની ખાલી પડેલી 23 બેઠકોમાં ઉમેદવાર પાસે પત્રકારત્વના અભ્યાસની માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. જે તે ઉમેદવારે માસ્ટર ડિગ્રી ઓફ જર્નાલિઝમ અને કમ્યુનિકેશનની ડિગ્રી મેળવેલી હોય તે અનિવાર્ય છે. તો વર્ગ -3ની ખાલી પડેલી બેઠકો માટે સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમાં ડિગ્રી જર્નાલિઝમની હશે તે ઉમેદવારો પણ પરીક્ષા માટે ઉમેદવારી ફોર્મ ભરી શકશે.

વર્ગ 1,2 અને વર્ગ -3ની જગ્યાઓ માટે પગાર ધોરણ
વર્ગ 1માં ખાલી પડેલી જગ્યામાં 7મા પગારપંચના લાભ મુજબ 56,100- 1,77,500 ના સરકારના નિયમ મુજબ પગારધોરણનો લાભ મળશે તો વર્ગ 2ની ખાલી પડેલી જગ્યામાં 44,900- 1,42,400 પગાર ધોરણનો લાભ મળશે.

વર્ગ- 3માં સિનિયર એડિટરની ખાલી પડેલી જગ્યા માટે 38, 090 ફિક્સ પગાર રહેશે.  આ પગાર 5 વર્ષના સરકારના નિયમના આધારે રહેશે.  ત્યારબાદ 39,900- 1,26,600 પગાર ધોરણનો લાભ નિમણૂક થનાર ઉમેદવારને મળશે તો માહિતી મદદનીશની ખાલી પડેલી જગ્યામાં 5 વર્ષ માટે 31,340 ફિક્સ પગાર રહેશે.  ત્યારબાદ 29,200- 92,200 પગાર ધોરણનો લાભ મળશે.  

કયા સુધી અરજી ફોર્મ ભરી શકાશે
વર્ગ 1 અને 2ની ખાલી પડેલી જગ્યા માટે અને વર્ગ 3ના ઉમેદવારો ખાલી પડેલી જગ્યા માટે અત્યારથી ફોર્મ ભરવાના શરૂ કરી શકશે અને 23 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની તેની અંતિમ તારીખ છે. ઉમેદવારોએ OJAS વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.

માહિતી ખાતાએ બહાર પાડેલી ભરતીમાં બે વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે. સૌથી પહેલા ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા આપવી પડશે. પ્રિલિમિનરી પરીક્ષાના આધારે ઉમેદવારોની પસંદગી કરાશે અને તે લોકોએ મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news