ભારે વરસાદની આગાહી વચ્ચે આ 5 વીડિયો તમને દીવાના કરી દેશે
Gujarat Monsoon Update : તમે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ વરસાદે સર્જેલી નુકસાની અને તારાજીના વીડિયો તો અનેકવાર જોયા હશે, આજે અમે તમને આ ચોમાસાના એવા 5 વીડિયો બતાવીશું જે જોઈને તમે વરસાદના દીવાના થઈ જશો
Trending Photos
ગુજરાત :આજે શનિવારે સવારથી બપોર સુધીમાં રાજ્યના 86 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ પડશે. પરંતુ તે પહેલા જ ગુજરાતનું વાતાવરણ મનોરમ્ય બની ગયું છે. તમે વરસાદે સર્જેલી નુકસાની અને તારાજીના વીડિયો તો અનેકવાર જોયા હશે, આજે અમે તમને આ ચોમાસાના એવા 5 વીડિયો બતાવીશું જે જોઈને તમે વરસાદના દીવાના થઈ જશો.
વરસાદમાં અચાનક પ્રગટ્યો શિવઘાટ ઘોઘ
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલને લઈને આહવા સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ વહેવા લાગ્યો છે. જેથી તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલને લઈને આહવા સાપુતારા માર્ગ પર આવેલ શિવઘાટ ધોધ સક્રિય બનતા અહીંથી પસાર થતા વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વરસાદી માહોલને લઈને તળેટી જંગલ વિસ્તારમાં ગીરીકંદરાઓ ઉપર ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાડી જતાં અહીં પ્રકૃતિ ખીલી ઉઠી છે. શિવઘાટ ધોધ સક્રિય થતાં પ્રકૃતિમાં સુંદરતાનું પીછું ઉમેરાતાં અહીંથી પસાર થતાં વાહનચાલકોમાં આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
અચાનક જ પહાડીઓમાંથી પ્રગટ થયો ધોધ... લોકોએ જોઈને જ ગાડી ઉભી રાખી અને મજા માણઈ#ZEE24Kalak pic.twitter.com/sfl5gMKcZr
— Zee 24 Kalak (@Zee24Kalak) July 2, 2022
ગિરનાર પર વરસાદ છતા શ્રદ્ધાળુઓ ન અટક્યા
ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પહાડોમાં 5 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડતા પગથિયા પર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. છતાં શ્રદ્ધાળુઓએ વિરામ લીધો નથી. યાત્રિકો વરસતા વરસાદે યાત્રા કરતા દ્રશ્યો જોવા મળ્યાં. ગિરનારના પગથિયા પર ધસમસતું પાણી જોવા મળ્યું.
દામોદર કુંડમાં પૂર
જુનાગઢમાં ગિરનાર પર્વત પાસે 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં પૂર આવ્યું છે. સતત વરસાદને લીધે દામોદર કુંડમાં ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરના એનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયાં છે. તો શહેરના રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી સર્જાઈ છે. જૂનાગઢ શહેરમાં 3 ઈંચથી વધુ વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયુ છે.
ઉકાઈ ડેમનો અદભૂત નજારો
કુદરતની કલાકારી તો જુઓ, તાપી નદી પર બાંધવામાં આવેલ ઉકાઈ ડેમનો આ અદ્ભુત નજારો તમને પણ મોહિત કરી દેશે...
સાપુતારા બન્યુ કાશ્મીર
ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગીરીમથક સાપુતારામાં વહેલી સવારથી જ મનોરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ગુજરાતના એકમાત્ર હિલસ્ટેશન ગણાતા સાપુતારામાં ધુમ્મસીયા વાતાવરણને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. સવારથી જે પ્રવાસીઓ ડાંગ પહોચ્યા છે તે માટે આ વરસાદી સીઝન ખાસ બની રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે