કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ, માર્કેટને અલવિદા કરશે

ભારતના કાર બજારમાં મારુતિ સુઝૂકીનો સિક્કો પડે છે. ગ્રાહકોમાં તેની ગાડીઓ ખુબ લોકપ્રિય પણ છે. જો કે એક કાર એવી છે જે એપ્રિલ સુધીમાં માર્કેટમાંથી સદંતર ગાયબ થઈ શકે છે. 

કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ, માર્કેટને અલવિદા કરશે

મારુતિ સુઝૂકી દેશની સૌથી લોકપ્રિય કાર નિર્માતા કંપની છે. આ બ્રાન્ડે ભારતમાં અનેક આઈકોનિક કારો લોન્ચ કરી છે. હાલમાં મારુતિનો માર્કેટ શેર સૌથી વધુ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કંપનીનો માર્કેટ શેર ઘટ્યો પણ છે. જેનું સૌથી મોટું કારણ સતત વધતી હરિફાઈ છે. હાલના સમયમાં જ્યારે ઓટોમોબાઈલ માર્કેટ એસયુવી મોડલ્સ તરફ ઝડપથી શિફ્ટ થઈ રહ્યું છે, કંપની પણ પોતાના પોર્ટફોલિયોમાં ફેરફારની તૈયારીમાં છે. આવામાં મારુતિની એક આઈકોનિક કાર હવે ભારતીય બજારને અલવિદા કરશે. જાણો આ કાર વિશે. 

વેચાણમાં ઘટાડો અને એસયુવી તરફ માર્કેટ શિફ્ટ વચ્ચે એપ્રિલ 2025 સુધી મારુતિ સુઝૂકી સિયાઝને માર્કેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવશે. ઓટોકાર ઈન્ડિયાના રિપોર્ટ મુજબ પ્રોડક્શન માર્ચ 2025 સુધી બંધ થઈ જશે, વેચાણ એપ્રિલ સુધીમાં બંધ થવાની આશા છે. 

એસયુવી કારોનો માર્કેટ શેર વધ્યો
કદાચ વેચાણનું સૌથી મોટું મહત્વપૂર્ણ યોગદાન બાયર્સની પસંદમાં ફેરફાર છે. 2015માં ભારતના કાર બજારમાં સેડાનની ભાગીદારી 20 ટકા હતી, 2024 સુધીમાં આ ભાગીદારી 10 ટકા થઈ ગઈ. ટોટલ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટના વેચાણમાં એસયુવીની  ભાગીદારી 50 ટકાથી વધુ થઈ ગઈ હતી. 

સતત ઘટતું વેચાણ
FY 2018માં મિડ સાઈઝની સેડાનનું વેચાણ 1,73,374 યુનિટ્સ પર પહોંચી ગયું, જે FY 24માં સતત ઘટીને 97,466 થઈ ગયું. મંથલી બેસિસ પર સિયાઝનું ઓક્ટોબરમાં 659 યુનિટ્સ, નવેમ્બરમાં 597 અને ડિસેમ્બર 2024માં 464 યુનિટ્સનું વેચાણ થયું. જે નાણાકીય વર્ષ 2015ના પહેલા 9 મહિના માટે કુલ 5861 યુનિટ્સ- વાર્ષિક આધાર પર 34 ટકાનો ઘટાડો છે. Ciaz ને 2014માં SX4 ના રિપ્લેસમેન્ટ તરીકે લોન્ચ કરાઈ હતી. તેને શરૂઆતમાં સફળતા મળી અને તે પોતાના સેગમેન્ટમાં હોન્ડા સિટી અને હુન્ડાઈ વેરનાની સરખામણીમાં આગળ પણ રહી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news