મોદી હૈ તો મુમકીન હૈ! હવે બેઠાંબેઠાં નોટો છાપશે ગુજરાતીઓ, જોતી રહી જશે દુનિયા

મોદી હૈ તો મુમકીન હૈ! ગુજરાતમાં કાર પ્લાન્ટ નાંખવા કાર કંપનીઓમાં હોડ જામી છે. સૌથી પહેલાં ટાટાએ પોતાનો નેનો કાર માટેનો પ્લાન્ટ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલાં સાણંદ તાલુકામાં સ્થાપ્યો હતો. ત્યાર બાદ મારુતિ કંપનીએ પણ પોતાનો પ્લાન્ટ ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થાપ્યો હતો. હવે ટેસ્લા કંપની ગુજરાતના અમદાવાદ જિલ્લામાં પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એવામાં ફરી એક મોટી કંપની ગુજરાતના વધુ એક જિલ્લામાં ઈલેકટ્રિક કારનો પ્લાન્ટ શરૂ કરવા વિચારણા કરી રહી છે.

મોદી હૈ તો મુમકીન હૈ! હવે બેઠાંબેઠાં નોટો છાપશે ગુજરાતીઓ, જોતી રહી જશે દુનિયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતને બે હાથ્થે બખ્ખાં! મોસાળમાં પિરસનારી માં હોય હોય ત્યારે જમવાની કેવી મજા પડે? એક પાક્કા ગુજરાતી એવા નરેન્દ્ર મોદી હાલ દેશના પ્રધાનમંત્રી છે ત્યારે ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. બિઝનેસ સેક્ટરની એક બાદ એક મોટી મોટી કંપનીઓ હાલ ગુજરાત આવી રહી છે. દુનિયાની સૌથી મોટી કંપની ટેસ્લાએ પણ ગુજરાતમાં પોતાનો કાર પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે. ત્યારે બીજી બાજુ એવા સમાચાર સામે આવ્યાં છેકે, વધુ એક દિગ્ગજ કાર કંપની ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. રોજગાર વધશે, ઉંચા પગારે મલ્ટીનેશનલ કંપનીઓમાં સ્થાનિકોને નોકરીઓ મળશે, અને પ્રાઈવેટ જમીનો જો કંપનીઓ પ્લાન્ટ માટે માંગશે તો જમીનના હયાત ભાવ કરતા અંદાજે ત્રણ ઘણાં વધારે ભાવ મળશે.એટેલે ગુજરાતીઓને કોઈપણ રીતે પીએમ મોદી ખોટ નહીં પડવા દે એ વાત તો નક્કી જ છે.

અહીં વાત થઈ રહી છે મારૂતિ સુઝુકીની. ગુજરાતમાં કાર પ્લાન્ટ સ્થાપવા હાલ કાર કંપનીઓની હોડ જામી છે. એવામાં ટાટા અને ટેસ્લા બાદ મારૂતિ સુઝુકી પણ ગુજરાતમાં પોતાની નવી કારનો પ્રોજેક્ટ લઈને વધુ એક આધુનિક પ્લાન્ટ નાંખી રહી છે. મારૂતિ સુઝુકી પણ ગુજરાતમાં પોતાની ઈલેકિટ્રક કારનો પ્લાન્ટ નાંખવાની તૈયારી કરી રહી છે. જેને કારણે ગુજરાતમાં કોરોડો રૂપિયાનું રોકાણ થશે. રાજ્ય સરકારને આર્થિક રીતે મોટો લાભ થશે. સાથે જ ગુજરાતમાં રહેતાં યુવાઓને અને સ્થાનિક લોકોને રોજગારીની સારી તકો મળશે. હજારો યુવાઓને આવી મલ્ટીનેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓમાં ઉંચા પગારની નોકરીની તક મળશે. અને ગુજરાતમાં જે કોઈ પણ કંપની પ્લાન્ટ સ્થાપશે એ બંધ નહીં થઈ જાય. મારૂતિ સુઝુકી સુરેન્દ્રનગર નજીક ઈલેકિટ્રક કારનો પ્લાન્ટ સ્થાપશે.વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મારૂતિ સુઝુકી વધુ એક કાર પ્લાન્ટ માટે એમઓયુ કરશે, મોટું રોકાણ કરે તેની સંભાવના છે.

ઉલ્લેખનીય છેકે, પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે રતન ટાટાને ગુજરાતમાં ટાટા નેનો નો પ્લાન્ટ સ્થાપવા માટે મનાવી લીધાં. ત્યાર બાદ અન્ય કંપનીઓ માટેનો મોટો દરવાજો ખુલી ગયો. હવે મોદી પ્રધાનમંત્રી છે છતાં અન્ય રાજ્યોની સરખામણીએ દુનિયાની મોટી મોટી કંપનીઓને પોતાના હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાં રોકાણ કરવા તેઓ મનાવી લે છે. જેનાથી ગુજરાતીઓને મોટો લાભ થવાનો એ વાત તો નક્કી જ છે.

ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે મોદીની સવિશેષ પ્રેમઃ
દેશ અને દુનિયાના નકશા પર ગુજરાત હવે ખુબ લાઈમ લાઈટમાં રહેતું રાજ્ય બની ગયું છે. એમાંય જ્યારથી નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી તમામ મોટા કાર્યક્રમો અને મોટી ઈવેન્ટ, મોટું વિદેશ રોકાણ અને બિઝનેસ સેક્ટરને લગતા મોટા કામો ગુજરાતમાં આવી રહ્યાં છે. ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે પ્રધાનમંત્રી મોદીના પ્રેમનો આ સૌથી મોટો દાખલો છે. ટિકાકારો ટિકા કર્યા કરશે પણ દિલ્લીની ગાદી પર બેસીને પણ મોદી ગુજરાતને ભૂલ્યા નથી અને સતત ગુજરાતને પોતાના દિલમાં રાખીને લાગ આવે ત્યારે ગુજરાતનું કોઈકને કોઈક રીતે ભલૂ કરતા રહે છે. 

મારુતિ સુઝુકી કરશે ગુજરાતમાં મોટું રોકાણઃ
મારૂતિ સુઝુકી કંપનીએ પણ ગુજરાતમાં વધુ એક ઇવી કારનો પ્લાન્ટ નાંખવા તૈયારીઓ આદરી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- ૨૦૨૪માં મારૂતિ સુઝુકી આ કાર સાન્ટ અંગે રાજ્ય સરકાર સાથે એમઓયુ કરશે. એટલુ જ નહી, મોટું રોકાણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર ઉત્પાદન વધારવા મારૂતિ સુઝુકીએ ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા નક્કી .સુરેન્દ્રનગર નજીક મારૂતિ સુઝુકી તિ ચુઝુકી ઇવી કાર પ્લાન્ટ નાંખશે. ટૂંકમાં, અત્યારે ગુજરાત કાર કંપનીઓ માટે ટોપ ડેસ્ટિનેશન બર્ની રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મારૂતિ સુઝુકી વધુ એક કાર પ્લાન્ટ માટે MOU કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતમાં મારૂતિ કારની ડિમાન્ડ વધી છે. 

હાલ ગુજરાતના બેચરાજીમાં ઓલરેડી ચાલે છે મારુતિનો એક પ્લાન્ટઃ
અધિકારિક સૂત્રોનું કહેવું છેકે, મારૂતિ સુઝુકી પોતાના કાર બિઝનેશને વિસ્તારવા માંગે છે જેના ભાગરુપે તેઓ ગુજરાતમાં પોતાનો વધુ એક પ્લાન્ટ સ્થાપી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય દિવસોથી મારૂતિ સુઝુકી અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા તૈયારી કરાઈ છે. હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૪માં મારૂતિ સુઝુકી તેના કાર પ્લાન્ટની સત્તાવાર જાહેરાત કરશે અને સરકાર સાથે એમઓયુ કરશે.

કાર ઉત્પાદન વધારવા ગુજરાતમાં નાંખશે નવો પ્લાન્ટઃ
સુઝુકી પાસે ત્રણ લાખથી વધુ કારનો બેકલોગ પડયો છે. આ પરિસ્થિતી જોતા મારૂતિ સુઝુકી હવે કાર ઉત્પાદન વધારવા ઇચ્છુક છે. આ સંજોગામાં મારૂતિ સુઝુકીએ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા નક્કી કર્યું છે. મારૂતિ સુઝુકીના અધિકારીઓએ કાર પ્લાન્ટ માટે કચ્છ, ધોલેરા ઉપરાંત અન્ય સ્થળોએ નજર નાંખી હતી પણ હવે આખરે સુરેન્દ્રનગર નજીક કાર પ્લાન્ટ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, હાલ ગુજરાતમાં બેચરાજીમાં મારૂતિ સુઝુકીનો પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં કાર ઉત્પાદન થઇ રહ્યું છે તેમ છતાંય મારૂતિ પોતાની નવી ઈવી એટલેકે, ઈલેકટ્રિક કારનો પ્લાન્ટ પણ અહીં શરૂ કરવા જઈ રહી છે. મારૂતિ સુઝુકીએ દર વર્ષે ૧૦ લાખ કાર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સૂત્રોનું કહેવુ છેકે, મારૂતિ સુઝુકીના વધુ એક કાર પ્લાન્ટને લઈને રોજગારીના અવસર ઉભા થશે. ટાટા, મારૂતિ ઉપરાંત ટેસ્લાનું પણ આગમન નક્કી છે તે જોતા ગુજરાત આગામી દિવસોમાં ઓટો હબ સ્ટેટ બની રહેશે તે નક્કી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news