ફરજિયાત છ વર્ષે જ ધો.1માં પ્રવેશને પડકારતી અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી, જાણો કોર્ટે શું કહયું

ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ-૧માં પ્રવેશ માટે બાળકની ઉમંર છ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઇએ એ મતલબના રાજય સરકારના નીતિ વિષયક નિર્ણયને પડકારતી ઢગલાબંધ રિટ અરજીઓ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ નિલય વી.અંજારિયાની ખંડપીઠે ગુજરાત સરકારના નિર્ણયને બહાલ રાખ્યો હતો.

ફરજિયાત છ વર્ષે જ ધો.1માં પ્રવેશને પડકારતી અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી, જાણો કોર્ટે શું કહયું

આશ્કા જાની, અમદાવાદઃ ગુજરાતમાં પહેલા ધોરણમાં છ વર્ષે જ મળશે પ્રવેશ. સરકારના નિયમને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષથી આ નિયમ લાગૂ કર્યો છે. આ નિયમ અંતર્ગત ધોરણ એકમાં પ્રવેશ માટે છ વર્ષ પુરા થયેલા હોવા જરૂરી છે. અનેક વાલીઓએ નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે એક ચુકાદો આપી નિર્ણયને લગતી તમામ અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટે એક તબક્કે એમ પણ જણાવ્યું હતું કે, વાલીઓ દ્વારા ત્રણ વર્ષથી ઓછી વયના બાળકોને પ્રિ-સ્કૂલમાં મોકલવા માટેનું દબાણ એ એક રીતે ગેરકાયદે કૃત્ય ગણાય. 

જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિય નિલય વી. અંજારિયાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે એવી પણ ટકોર કરી છે કે, 3 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રિ-સ્કૂલમાં મોકલવાનું દબાણ કરવું ગેરકાયદે ગણાય. ત્રણ વર્ષથી નાના બાળકોને પ્રિ-સ્કૂલમાં મોકલવાનું વાલીઓનું કૃત્ય ગેરકાયદે હોવાનું પણ કોર્ટે પોતાના ચૂકાદામાં ટાંક્યું છે. આખરે આ મામલામાં ગુજરાત સરકારે કરેલા નિર્ણયને હાઈકોર્ટની ખંડપીઠે બહાલી આપી દીધી છે.

હાઇકોર્ટે રાજય સરકારના તા.૩૧-૧-૨૦૨૦ અને તા.૪-૮-૨૦૨૦ના જાહેરનામા કે જેના મારફ્તે વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષથી ધો૨ણ-૧માં પ્રવેશ માટે બાળકની ઉમંર છ વર્ષ રજિયાત બનાવાઇ હતી, તે જાહેરનામાઓને બહાલી આપી હતી. દરમ્યાન હાઇકોર્ટે નોંધ્યુ હતું કે, રાઇટ ટુ ચિલ્ડ્રનટુ ફી એન્ડ કમ્પલસરી એજયુકેશન રૃલ્સ ૨૦૧૨(આરટીઇ રૃલ્સ)ની ફૂલ-૮ ને આરટીઇ એકટની જોગવાઈઓ સાથે વર્ષથી ઓછી વયના બાળકોને પ્રિ-વાંચતાં જે બાળકોએ ત્રણ વર્ષ પૂર્ણ ના કર્યા હોય તેઓને પ્રિ-સ્કૂલમાં પ્રવેશ પર 
પ્રતિબંધ છે. 

અરજદાર બાળકોના વાલીઓ કે જેઓએ તા.૧-૬- ૨૦૨૩ની તારીખે છ વર્ષ પૂર્ણ ના કર્યો હોય તેઓ આ પ્રકારની કોઈ રાહત માંગી શકે નહી. કારણ કે, તેઓ આરટીઇ રુલ્સ અને આરટીઇ એકટની આદેશાત્મક જોગવાઇઓના ભંગના કસૂરવાર છે. તેઓને તેમના બાળકોને ૨૦૨૦-૨૧માં પ્રિ-સ્કૂલ શિક્ષણમાં અભ્યાસમાં દાખલ કરી દીધા હતા અને તેથી તેઓ હવે ધોરણ-૧માં પ્રવેશ માટે તૈયાર છે અને તેથી તેઓને પ્રવેશ અપાવો જોઇએ તેવી દલીલથી આ કોર્ટ પ્રભાવિત થઈ નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news