DM કે SP...બંનેમાંથી કોણ વધુ શક્તિશાળી? કોને મળે છે કેટલો પગાર, સુવિધાઓ....ખાસ જાણો

DM or SP Who is more Powerful: શું તમને ખબર છે કે જિલ્લામાં કલેક્ટર પાસે વધુ પાવર હોય છે કે પછી એસપી પાસે. એવા અનેક કેસ હોય છે જેમાં એસપી જ નિર્ણય લે છે. આો જાણીએ કોને મળે છે વધુ પગાર...

Trending Photos

DM કે SP...બંનેમાંથી કોણ વધુ શક્તિશાળી? કોને મળે છે કેટલો પગાર, સુવિધાઓ....ખાસ જાણો

DM or SP Who is more Powerful: સિવિલ સેવા અધિકારીઓના રેંક અને પાવર્સ અંગે લોકો હંમેશા કન્ફ્યૂઝ રહેતા હોય છે. આથી અમે તમને સતત અલગ અલગ પદો સંલગ્ન માહિતી આપતા રહીએ છીએ. આજે અમે તમને જણાવીશું કે એક એસપી અને ડીએમના પદમાં શું ફરક હોય છે. બંનેમાંથી કોણ વધુ પાવરફૂલ હોય છે અને કોનો કેટલો પગાર હોય છે. નોંધનીય છે કે જિલ્લા સ્તરમાં ડીએમ અને એસપી પોત પોતાના વિસ્તારમાં સૌથી મોટા અધિકારી હોય છે. જો કે બંનેના અધિકાર ક્ષેત્રોમાં ખુબ અંતર હોય છે. 

એસપી અને ડીએમમાં સૌથી મોટું અંતર એ હોય છે કે એસપી, આઈપીએસ એટલે કે ઈન્ડિયન પોલીસ સર્વિસનું પદ છે અને ડીએમ એ આઈએએસ એટલે કે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનું પદ હોય છે. IAS અધિકારી કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ તથા લોક ફરિયાદ અને પેન્શન વિભાગને આધીન હોય છે. જ્યારે IPS અધિકારી ગૃહ મંત્રાલયને આધિન હોય છે. IPS અધિકારી પાસે પોલીસ પ્રશાસન અને લો ઓર્ડર સંલગ્ન નિર્ણય  લેવાનો અધિકાર હોય છે. જ્યારે એક આઈએએસ અધિકારી પાસે લોક પ્રશાસન, નીતિ નિર્માણ અને તેના અમલીકરણ સંલગ્ન અધિકાર હોય છે. 

ડીએમ અને એસપીમાં અંતર
જિલ્લા સ્તર પર ડીએમ અને એસપીના કાર્યક્ષેત્રોની વાત કરીએ તો ડીએમ પાસે રેવન્યુ કલેક્ટ કરવાથી લઈને જિલ્લામાં લો મેન્ટેઈન રાખવાની જવાબદારી તેમના હેઠળ આવે છે. આ ઉપરાંત સંબંધિત જિલ્લા માટે નીતિઓ બનાવવી, સરકારી યોજનાઓને લાગૂ કરવી, ભૂમિ સંલગ્ન રાજસ્વ ભેગું કરવું પણ ડીએમના અધિકાર ક્ષેત્રમાં આવે છે. જ્યારે પોલીસ પ્રશાસનમાં એસપી એટલે કે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ જિલ્લામાં સૌથી મોટું પદ હોય છે. તેના અંતર્ગત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન આવે છે. એસપીને આસિસ્ટ કરે છે એએસપી. જો બંને પદોના પાવરની સરખામણી કરવામાં આવે તો આમ તો બંને અલગ અલગ ક્ષેત્રમાં એક સમાન લેવલનો પાવર હોલ્ડ કરે છે. પરંતુ એવું કહી શકાય કે એક ડીએમ પાસે વધુ પાવર હોય છે. કારણ કે  તેની પાસે એસપીની સરખામણીમાં વધુ ક્ષેત્રોમાં નિર્ણય લેવાનો હક હોય છે. 

DM અને SP ના પગાર
ડીએમ અને એસપીના પગારની વાત કરીએ તો એસપીનો બેઝિક પગાર લગભગ 78800 રૂપિયાની આજુબાજુ હોય છે. જ્યારે એચઆરએ સહિત અન્ય ભથ્થા મળીને તે 1,10,000થી લઈને 1,35,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જ્યારે એક ડીએમના પગારની વાત કરીએ તો તે પણ બેસિક 80,000 રૂપિયાની આજુબાજુ હોય છે.  ભથ્થા મળીને ગ્રોસ સેલરી એક લાખ ઉપર પહોંચી જાય છે. આ સાથે જ એસપી અને ડીએમ બંનેને સરકારી બંગલો, વાહન, કૂક, માળી સહિત અન્ય કામોમાં સહાયતા માટે સહાયકોની સુવિધા પણ આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news