છેલ્લી ઘડીએ બજારોમાં પતંગ-ફિરકી લેવા લાગી લોકોની લાઈનો, જાણો ઉત્તરાયણ પહેલા બજારોમાં કેવો છે માહોલ

ઉત્તરાયણ એટલે પતંગ, ફિરકી અને ઊંધિયું જલેબીની મોજ... ગુજરાત માટે ઉત્તરાયણ ખુબ મોટો તહેવાર છે. આ દિવસે લોકો સવારથી ધાબા પર પહોંચી જતા હોય છે અને પતંગ ચગાવતા હોય છે. ત્યારે ઉત્તરાયણની પૂર્વ સંધ્યા પર કેવો છે પતંગ બજારોનો માહોલ.... 

 છેલ્લી ઘડીએ બજારોમાં પતંગ-ફિરકી લેવા લાગી લોકોની લાઈનો, જાણો ઉત્તરાયણ પહેલા બજારોમાં કેવો છે માહોલ

અમદાવાદઃ બજારોમાં ઉત્સાહ છે.. પતંગને મોંઘવારી નડી રહી છે.. છતાં પણ પતંગ રસિયાઓ ઉત્તારયણની ઉજવણી ધામધૂમથી કરવા માટે મક્કમ છે.. જી હાં, 2025ની આ ઉત્તરાયણ પતંગ રસિયાઓને થોડી મોંઘી તો પડી પરંતુ, બજારોની ભીડ જોઈને એવું લાગી રહ્યું છેકે, મોંઘવારીથી પતંગના ચાહકોને કંઈ ફરક પડ્યો નથી.. અવનવી પેટર્નની પતંગોએ આકર્ષણ જમાવ્યું છે તો ક્યાંક દોરી વગર જ ઉડી શકે તેવી પણ પતંગ જોવા મળી છે.. જુઓ આ રિપોર્ટ.. 

ગુજરાતમાં યોજાતા પતંગોત્સવમાં દેશ વિદેશથી પતંગરસિકો ભાગ લેવા માટે આવે છે.. પરંતુ ઉત્તરાયણના દિવસે તો આખું ગુજરાત જાણે ધાબા પર ચડીને પતંગ ચગાવવા માટે ઉત્સુક્ત હોય છે.. 

બજારોમાં અવનવા રંગેબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે.. જોકે, આ વખતે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 25 ટકા વધારો થતાં પતંગરસિકોના ખીસા પર કાપ મુકાશે.. ગુજરાતમાં પતંગરસિકોને આ ઉત્તરાયણ મોંઘી પડી છે.. કારણ કે, પતંગ બનાવવા માટેની લાકડી, કાગળ મોંઘા થતા મજૂરી વધી હોવાને કારણે પતંગના ભાવમાં પણ વધારો થયો છે.. જ્યારે પતંગના દોરામાં નહિવત વધારો છે, તેમ છતાં ઘસામણી મોંઘી થતા સીધી અસર થશે..

— Zee 24 Kalak (@Zee24Kalak) January 13, 2025

આમ આ વર્ષે ખંભાતના જોધપુરના પતંગોની માંગ વધારે છે અને નવી વેરાયટીમાં નાના બાળકો માટે પતંગો આવ્યા છે જેથી કરીને બાળકો પણ આ તહેવારનો આનંદ માણે.. આ વર્ષે લોકો ચીલ,કુમમક, ફિશિંગ, ઘેરા ચાંદ સહિતના પતંગોની પણ ખરીદી કરી રહ્યા છે જ્યારે દોરામાં બરેલીની તથા નવતાર પાંડાની ફિરકી આ વખતે પણ હોટ ફેવરેટ જોવા મળી રહી છે 

ઉતરાયણના પતંગોત્સવ પર્વ પ્રસંગે ઉત્તરીય ઠંડા પવનની ગતિ 10 કિ.મી જેવી રહેવાની ધારણા હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હોવાની જાણ થતા પતંગ રશિયાઓમાં ખુશી ફેલાઈ છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 13, 2025

ઉત્તરાયણના પર્વમાં દોરીથી પક્ષીઓને બચાવવા માટે પ્રિન્સને દોરી વગર ઊડતો પતંગ બનાવવાનો વિચાર આવ્યો અને પોતાના વિચારને તુરંત જ અમલમાં મૂકી દીધો હતો.. આ પતંગ રિમોટ કંટ્રોલથી એક કિમી દુર સુધી ઉડી શકે છે અને તેને લેફ્ટ અને રાઈટ પણ કરી શકાય છે.. ઉલ્લેખનીય છે કે, પ્રિન્સે અગાઉ 100થી વધુ ટોય પ્લેન તૈયાર કર્યા છે.

પતંગની દોરી દર વર્ષે કેટલાય લોકોનો ભોગ લે છે.. ત્યારે ઉત્તરાયણનો આ તહેવાર કેટલાય પરિવારો માટે માતમમાં ફેરવાય જાય છે.. ઉત્તરાયણનો આ પર્વ સાવચેતી ઉજવવો જરૂરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news