નાના નગરોમાં ભાજપનું ફરી આવ્યું શાસન, BJPની આંધીમાં ઉડ્યા કોંગ્રેસ અને AAP, જાણો કોને કયાં મળી જીત

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું શાસન જાળવી રાખ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીતની સ્ટ્રાઇક રેટ 90 ટકાથી ઉપર રહી છે. જ્યારે કોંગ્રેસ માટે ઝટકા સમાન પરિણામ આવ્યું છે. આમ આદમી પણ ગુજરાતમાં ખાસ પ્રદર્શન કરી શકી નથી. 
 

 નાના નગરોમાં ભાજપનું ફરી આવ્યું શાસન, BJPની આંધીમાં ઉડ્યા કોંગ્રેસ અને AAP, જાણો કોને કયાં મળી જીત

ગાંધીનગરઃ મોટા મહાનગર, ગામડા અને પછી નાના નગરોમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. 68 નગરાપાલિકાની ચૂંટણી યોજાઈ જેમાં એકલા ભાજપે 60થી વધુ નગરપાલિકા કબજે કરી લીધી...જ્યારે કોંગ્રેસને સમ ખાવા પુરતી એક પાલિકા મળી છે...જ્યારે અન્ય પાલિકાઓએ અપક્ષે મેદાન માર્યું છે...અત્યાર સુધી ડબલ એન્જિનની વાતો કરતાં ભાજપના કાર્યકરો હવે ત્રિપલ એન્જિનની પણ વાતો કરશે...તો વિપક્ષને ફરી એકવાર જનતાએ વિપક્ષમાં જ રાખી છે...જુઓ નગરપાલિકાઓમાં ભાજપના પ્રચંડ વિજયનો ખાસ અહેવાલ....

ગામડા અને મોટા શહેરો જ નહીં, નાના નગરો પણ ભાજપે પોતાના કબજામાં કરી લીધા છે. રાજ્યમાં 68 નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી...જેમાંથી એક તૃતિયાંશ પાલિકાઓ જીતીને ભાજપે જાણે સુનામી લાવી દીધી...મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ડબલ એન્જિન સરકારમાં એક લોકલ એન્જિન જોડીને ફરી એકવાર વિકાસની ગાડીમાં ત્રિપલ એન્જિન લગાવી દીધું છે. કલ્પના બહારની આ જીતથી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ સમાતો નહતો...જ્યારે કોંગ્રેસના પંડાલમાં ઘોર નિરાશા વ્યાપેલી જોવા મળી....

68 પાલિકાઓમાંથી કોંગ્રસને માત્ર સમ ખાવા પૂરતી એક સલાયા પાલિકા જીતવામાં સફળતા મળી છે. જો કે આ જીત કોંગ્રેસ માટે જીત કરતાં નાલેશી વધારે છે. કેમ કે, વિધાનસભામાં કોંગ્રેસ પાસે જેટલા ધારાસભ્યો છે અને પક્ષમાં જેટલા કાર્યકારી અધ્યક્ષો છે એટલી પાલિકાઓ જીતવામાં પણ કોંગ્રેસનો પંજો કમજોર પડ્યો છે....હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ પાસે 12 ધારાસભ્યો છે અને 7થી વધુ કાર્યકારી અધ્યક્ષો છે...એક ધારાસભ્યએ વધારે નહીં પરંતુ એક નગરપાલિકા જીતાડી હોત તો પણ 12 પાલિકા કોંગ્રેસના ફાળે આવતી....તો જેને જવાબદારી સોંપાઈ હતી તે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષો પણ કંઈ કરી શક્યા નથી....કોંગ્રેસ માટે આ પરિણામ આઘાતમાં સરી પડવા સિવાય કંઈ જ નથી....

ભાજપની જીત બાદ પીએમ મોદીએ આપ્યા અભિનંદન

તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત…

— Narendra Modi (@narendramodi) February 18, 2025

કોંગ્રેસનો કરુણ રકાસ 
કોંગ્રેસના ધારાસભ્યો, કાર્યકારી અધ્યક્ષો જેટલી પણ પાલિકા ન મળી
ગુજરાતમાં કોંગ્રેસ પાસે 12 ધારાસભ્ય, 7થી વધુ કાર્યકારી અધ્યક્ષ
એક ધારાસભ્યએ એક પાલિકા પણ ન જીતાડી શક્યા 
જવાબદારી સોંપાઈ હતી તે કાર્યકારી અધ્યક્ષો પણ કંઈ કરી શક્યા

તો દિલ્લીમાં કૂદાકૂદ કરતી આમ આદમી પાર્ટીનો પણ ગુજરાતમાં ફરી એકવાર રકાસ થયો છે. 68 પાલિકાઓમાંથી એક પણ પાલિકામાં આમ આદમી પાર્ટીને શાસન કરવાનો જનતાએ મોકો આપ્યો નથી...એક મોકો કેજરીવાલના સુત્ર સાથે આવેલી આપને એક મોકો આપવાના બદલે મતદારોએ આપને જોરદાર મૂક્કો આપ્યો છે...દિલ્લીમાં ઉછળ કૂદ કરતી આમ આદમી પાર્ટી દિલ્લીમાં પણ હારી ગઈ છે...અને પાર્ટીના અસ્તિત્વ પર સંકટ આવી ગયું છે...

AAPના સુપડા સાફ! 
68માંથી એક પણ પાલિકામાં શાસનનો જનતાએ મોકો ન આપ્યો 
'એક મોકો કેજરીવાલને' સુત્ર વાળી AAPને જનતા જોરદાર મૂક્કો આપ્યો! 

આપ આદમી પાર્ટીની એક પણ જગ્યાએ સત્તા નથી આવી...પણ તેમના પ્રદેશ અધ્યક્ષ હરખાઈ રહ્યા છે. આંગલીના વેઢે ગણી શકાય તેટલી બેઠક તેમણે જીતી છે તો તેઓ ખુશખુશાલ છે અને પ્રજા અને કાર્યકરોને અભિનંદન આપી રહ્યા છે. આપ પાર્ટી ગુજરાતમાં કંઈ આજકાલની નથી...2014થી સતત ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે. છતાં પણ જોઈએ તેવું કોઈ પ્રદર્શન તે કરી શકી નથી...નતો તે કોઈ મોટો અપસેટ સર્જી શકી....છતાં પણ હાલ તે ખુશ છે...બીજી તરફ દેશની સૌથી જૂની પાર્ટીની આવી દશા થશે તેની કોઈ કલ્પના પણ કરી શક્તું નથી...કોંગ્રેસે હવે જળમૂળથી બદલાવ કરવાનો સમય આવી ગયો છે.

નગરપાલિકા (68): BJP 62, CONG 1, OTH 5
સોનગઢ (28): BJP 26, CONG 2, OTH 0
જામજોધપુર (28): BJP 27, CONG 0, OTH 1
ધ્રોલ (28): BJP 15, CONG 8, OTH 1
કાલાવડ (28): BJP 26, CONG 2, OTH 0
થાનગઢ (28): BJP 25, CONG 0, OTH 3
બાવળા (28): BJP 14, CONG 13, OTH 1
સાણંદ (28): BJP 25, CONG 3, OTH 0
ધંધુકા (28): BJP 20, CONG 7, OTH 1
કરજણ (28): BJP 19, CONG 0, OTH 9
મહેમદાવાદ (28): BJP 18, CONG 0, OTH 10
ડાકોર (28): BJP 14, CONG 0, OTH 14
ચકલાસી (28): BJP 16, CONG 1, OTH 11
મહુધા (24): BJP 14, CONG 0, OTH 10
ખેડા (28): BJP 14, CONG 1, OTH 13
પ્રાંતિજ (24): BJP 19, CONG 2, OTH 3
તલોદ (24): BJP 22, CONG 1, OTH 1
ખેડબ્રહ્મા (28): BJP 17, CONG 11, OTH 0
સલાયા (28): BJP 0, CONG 15, OTH 13
ભાણવડ (24): BJP 21, CONG 3, OTH 0
દ્વારકા (28): BJP 28, CONG 0, OTH 0
બોરીયાવી (24): BJP 15, CONG 6, OTH 3
આંકલાવ (24): BJP 10, CONG 0, OTH 14
ઓડ (24): BJP 24, CONG 0, OTH 0
હારીજ (24): BJP 14, CONG 10, OTH 0
ચાણસ્મા (24): BJP 15, CONG 5, OTH 4
રાધનપુર (28): BJP 15, CONG 3, OTH 0
કોડીનાર (28): BJP 28, CONG 0, OTH 0
લુણાવાડા (28): BJP 16, CONG 11, OTH 1
સંતરામપુર (24): BJP 15, CONG 7, OTH 2
બાલાસિનોર (28): BJP 16, CONG 9, OTH 3
કુતિયાણા (24): BJP 10, CONG 0, OTH 14
રાણાવાવ (28): BJP 8, CONG 0, OTH 20
ગઢડા (28): BJP 18, CONG 10, OTH 0
છોટાઉદેપુર (28): BJP 8, CONG 1, OTH 19
બીલીમોરા (36): BJP 29, CONG 2, OTH 5
રાપર (28): BJP 21, CONG 1, OTH 0
ભચાઉ (28): BJP 28, CONG 0, OTH 0
ખેરાલુ (24): BJP 13, CONG 7, OTH 4
વડનગર (28): BJP 26, CONG 2, OTH 0
લાઠી (24): BJP 18, CONG 5, OTH 1
જાફરાબાદ (28): BJP 28, CONG 0, OTH 0
રાજુલા (28): BJP 28, CONG 0, OTH 0
ચલાલા (24): BJP 24, CONG 0, OTH 0
જસદણ (28): BJP 22, CONG 5, OTH 1
જેતપુર (44): BJP 32, CONG 1, OTH 11
ધોરાજી (36): BJP 24, CONG 12, OTH 0
ભાયાવદર (24): BJP 15, CONG 9, OTH 0
ઉપલેટા (36): BJP 27, CONG 6, OTH 3
હળવદ (28): BJP 27, CONG 1, OTH 0
હાલોલ (36): BJP 34, CONG 0, OTH 2
કાલોલ (28): BJP 17, CONG 0, OTH 11
સિહોર (36): BJP 25, CONG 8, OTH 3
ગારિયાધાર (28): BJP 18, CONG 7, OTH 3
તળાજા (28): BJP 17, CONG 11, OTH 0
દેવગઢબારિયા (24): BJP 13, CONG 3, OTH 8
ઝાલોદ (28): BJP 17, CONG 0, OTH 11
બાંટવા (24): BJP 24, CONG 0, OTH 0
માણાવદર (28): BJP 26, CONG 2, OTH 0
માંગરોળ (36): BJP 15, CONG 15, OTH 6
વીસાવદર (24): BJP 21, CONG 3, OTH 0
વંથલી (24): BJP 20, CONG 4, OTH 0
ચોરવાડ (24): BJP 20, CONG 4, OTH 0
વલસાડ (44): BJP 41, CONG 1, OTH 2
પારડી (28): BJP 22, CONG 5, OTH 1
ધરમપુર (24): BJP 20, CONG 0, OTH 4
માણસા (28): BJP 27, CONG 1, OTH 0
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news