Champions Trophyમાં ક્યારે છે ભારતની પ્રથમ મેચ ? ફ્રીમાં ક્યાં જોઈ શકશો લાઈવ ?

Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 20 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. આ મેચ પર દુનિયાની નજર રહેશે કારણ કે આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી મેચ હશે. આવી સ્થિતિમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી આ મેચ લોકો ફ્રીમાં કેવી રીતે જોઈ શકાશે તેના વિશે આ લેખમાં જાણીશું. 
 

Champions Trophyમાં ક્યારે છે ભારતની પ્રથમ મેચ ? ફ્રીમાં ક્યાં જોઈ શકશો લાઈવ ?

Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે આ મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી આ મેચ લોકો ફ્રીમાં કેવી રીતે જોઈ શકાશે તેના વિશે આ લેખમાં જાણીશું. 

ભારતની મેચ ક્યાં લાઈવ જોઈ શકાશે ?

તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચ બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે, જેને ચાહકો ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર બિલકુલ ફ્રીમાં જોઈ શકશે. ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ચાહકો વેબસાઈટ અને JioHotstar એપ દ્વારા પણ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોનો આનંદ માણી શકે છે. જો કે, આ માટે JioHotstar સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.

ભારત vs બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર કરવામાં આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર રમાશે. ભારત અને બાંગ્લાદેશ અત્યાર સુધીમાં 42 વખત સામસામે આવી ચૂક્યા છે જેમાંથી ટીમ ઈન્ડિયાએ 33 વખત જીત મેળવી છે. જ્યારે બાંગ્લાદેશે 8 વખત જીતનો સ્વાદ ચાખ્યો છે. જોકે, એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે બંને દેશોની ટીમ

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરૂણ ચક્રવર્તી

બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તન્ઝીદ હસન, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ, મોહમ્મદ મહમુદુલ્લાહ, ઝકર અલી અનિક, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઈમોન, નસુમ હસન અહેમદ, તન્ઝીદ હસન સાકિબ, નાહિદ રાણા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news