Video: મહાકુંભ હવે 'મૃત્યુકુંભ'માં ફેરવાઈ ગયો કારણ કે...મહાકુંભ વિશે આ શું બોલી ગયા મમતા બેનર્જી? 

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયેલું છે. જે હવે તેના અંતિમ ચરણમાં છે. આ બધા વચ્ચે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભ પર એક એવું નિવેદન આપ્યું કે જેના કારણે હંગામો થઈ ગયો છે. આ નિવેદનનો ચારેકોરથી વિરોધ શરૂ થયો છે. 

Video: મહાકુંભ હવે 'મૃત્યુકુંભ'માં ફેરવાઈ ગયો કારણ કે...મહાકુંભ વિશે આ શું બોલી ગયા મમતા બેનર્જી? 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભ પર અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીના નિવેદનને સાધુ સંતોએ વખોડી નાખતા આકરો વિરોધ કર્યો છે. મંગળવારે પોતાના એક કાર્યક્રમમાં મમતા બેનર્જીએ કહ્યું કે મહાકુંભ હવે મહાકુંભ નહીં પરંતુ 'મૃત્યુકુંભ'માં ફેરવાઈ ગયો છે. તેમણે કહ્યું કે VIPs ને ખાસ સુવિધાઓ અપાઈ રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવે છે. મમતા બેનર્જીના આ નિવેદનનો વિરોધ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રીએ પોતાના લાંબા સંબોધન વચ્ચે યુપીની સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું. 

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, મહાકુંભ હવે મૃત્યુકુંભમાં ફેરવાઈ ચૂક્યો છે. વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ અપાઈ રહી છે. અત્રે જણાવવાનું કે માત્ર મમતા બેનર્જી જ નહીં પરંતુ વિપક્ષના અનેક નેતા મહાકુંભને લઈને સીએમ યોગી પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને અવ્યવસ્થાના આરોપ લગાવી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યં કે, તમારે આ પ્રકારના મોટા આયોજનની યોજના બનાવવી જોઈતી હતી. ભાગદોડની ઘટના બાદ કેટલા આયોગ કુંભ મોકલવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ વગર જ મૃતદેહોને બંગાળ મોકલી દેવાયા. તેઓ કહેશે કે જે લોકોના મોત હાર્ટ એટેકથી થયા તેમને વળતર ચૂકવવામાં નહીં આવે. 

— ANI (@ANI) February 18, 2025

તેમણે કહ્યું કે તમે દેશને વહેચવા માટે ધર્મ વેચો છો. અમે અહીં પોસ્ટમોર્ટમ કરાવ્યા. કારણ કે તમે ડેથ સર્ટિફિકેટ વગર જ મૃતદેહો મોકલી દીધા. આ લોકોને વળતર કેવી રીતે મળશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news