12 મહિના બાદ સૂર્ય મંગળના ઘરમાં કરશે પ્રવેશ, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, દરેક ક્ષેત્રમાં સફળતાનો યોગ
વૈદિક જ્યોતિષ પ્રમાણે સૂર્ય દેવ તમારી રાશિથી ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોના માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે.
Surya Transit In Mesh Zodiac: વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને માન-સન્માન, પ્રતિષ્ઠા, સરકારી નોકરી અને રાજનીતિના કારક માનવામાં આવે છે. એટલે જ્યારે સૂર્ય દેવની ચાલમાં ફેરફાર થાય છે તો આ ક્ષેત્ર પર ખાસ પ્રભાવ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ 12 મહિના બાદ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. મેષ રાશિ પર મંગળ ગ્રહનું આધિપત્ય છે અને જ્યોતિષ અનુસાર સૂર્ય અને મંગળ ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. તેવામાં સૂર્ય દેવના ગોચરથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
સિંહ રાશિ (Leo Zodiac)
સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તન તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેસ તમારી રાશિના સ્વામી છે. સાથે સૂર્ય દેવ તમારી રાસિથી ભાગ્ય સ્થાન પર ગોચર કરશે. તેથી આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ દરમિયાન તમારી ધન-સંપત્તિમાં વધારો થશે. તમને પરિવારનો સાથ મળશે. તમે આ દરમિયાન કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. સાથે તમે કામ-કારોબાર સંબંધિત યાત્રા કરી શકો છો. આ દરમિયાન તમને આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ કરશો. તમારૂ વ્યક્તિત્વ પ્રભાવી થશે અને તેનાથી લોકો તમારા પ્રત્યે આકર્ષિત થશે.
મિથુન રાશિ (Mithun Zodiac)
સૂર્ય ગ્રહના રાશિ પરિવર્તનથી તમારા લોકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીના 11મા સ્થાન પર ગોચર કરશે. આ સમયમાં તમારી આવકમાં વધારાનો યોગ છે. સાથે તમે નવા-નવા માધ્યમથી આવક મેળવશો. તો કારોબારમાં આકસ્મિક ધનલાભ થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. આ દરમિયાન તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો. સાથે કોઈ મોટા પ્રોજેક્ટનો ભાગ બની શકો છો. બિઝનેસમાં પણ તમને નવા ગ્રાહક અને પાર્ટનરશિપની તક મળી શકે છે. આ સમયે શેર બજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણથી તમને ધનલાભ થઈ શકે છે.
ધન રાશિ (Dhanu Zodiac)
તમારા માટે સૂર્ય દેવનું રાશિ પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી પાંચમાં ભાવમાં ગોચર કરવાના છે. આ સમયે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. એટલે કે આ સમયે તમારી નોકરી લાગી શકે છે. સાથે લગ્ન થઈ શકે છે. તમને આ સમયે પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધ ચાલતો હોય ત્યાં તમારા લગ્ન થઈ શકે છે. આ સમયે તમને ધનલાભ થઈ શકે છે. સાથે સોશિયલ નેટવર્કિંગથી તમને પ્રસિદ્ધિ મળવાની આશા છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos