Mahakumbh 2025: રિપોર્ટમાં થયો અત્યંત ચોંકાવનારો દાવો, મહાકુંભમાં સંગમનું પાણી ન્હાવા યોગ્ય નથી?
CPCB Report On Sangam: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સનાતન ધર્મના સૌથી મોટા ધાર્મિક જમાવડા મહાકુંભમાં લાખો લોકો રોજેરોજ સંગમ તટે આસ્થાની ડુબકી લગાવી રહ્યા છે. ત્યારે આવામાં એક રિપોર્ટે મોટા સવાલ ઊભા કરી દીધા છે. જાણો શું છે વિગતો.
Trending Photos
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કરોડો લોકો સંગમ સ્નાન કરીને આવ્યા છે. રોજેરોજ લાખોની ભીડ ઉમટે છે. દરેકની ઈચ્છા છે કે આ મહાકુંભમાં સંગમ સ્નાન કરે. હવે લોકોની આસ્થા એક બાજુ છે અને આ જે રિપોર્ટ આવ્યો છે તે જે કહે છે તે પણ ચોંકાવનારું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંગમનું પાણી ન્હાવા યોગ્ય છે જ નહીં. તેનાથી આચમન પણ કરી શકાય નહીં. મોટી વાત એ છે કે આ રિપોર્ટ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)એ તૈયાર કર્યો છે. આ રિપોર્ટને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને સોંપવામાં આવ્યો છે.
શું છે રિપોર્ટમાં
વાત જાણે એમ છે કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાણીમાં ફેકલ કોલીફોર્મનું સ્તર ખુબ વધુ મળી આવ્યું છે. અસલમાં તપાસ ટીમે અનેક સ્થળો પર પાણીની તપાસ કરી હતી. તે તપાસ દરમિયાન આ વાત સામે આવી. જાણવા મળ્યું કે પાણીમાં ફોકલ કોલીફોર્મનું સ્તર ઘણું વધારે છે. તેના કારણ વિશે એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે હાલના સમયમાં સંગમમાં કરોડો લોકો સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ફોકલ કોલીફોર્મનું પ્રમાણ વધી ગયું છે.
આમ તો આ મામલે એનજીટી કોર્ટમાં એક અરજી ઘણા સમય પહેલા દાખલ કરાઈ હતી. મહાકુંભ શરૂ થતા પહેલા જ સુનાવણી શરૂ થઈ ગઈ હતી. જેના કારણે હવે નારાજગી છે કે તમામ રિપોર્ટ બાદ પણ કોઈ કાર્યવાહી કેમ થઈ નહીં. હવે કોર્ટે આગામી સુનાવણીમાં યુપીપીસીબી અને મેમ્બર સેક્રેટરીને પોતે હાજર રહેવાનું કહ્યું છે. અત્રે જણાવવાનું કે સંગમના પાણી અંગે પહેલા પણ વિવાદ થયો છે. ગુણવત્તા પર સવાલ તો વિપક્ષે પણ ઉઠાવ્યા હતા.
મહાકુંભમાં રેકોર્ડતોડ ભીડ
પરંતુ આ બધા છતાં કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓમાં કોઈ કમી નથી. સરકારે 45 કરોડનો અંદાજો લગાવ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં 53 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવી ચૂક્યા છે. મોટી વાત એ છે કે હવે ફક્ત 8 દિવસ વધ્યા છે અને આવામાં આ આંકડો 60 કરોડ પાર જઈ શકે છે. એક બાજુ રેકોર્ડ તૂટી રહ્યા છે અને બીજી બાજુ ભીડને કાબૂ કરવામાં પ્રશાસનને પરસેવો છૂટી રહ્યો છે. હાલમાં જ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી હતી જેમાં 18 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ટ્રાફિક જામે પણ લોકો માટે પડકાર ઊભા કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે