એક X પોસ્ટ ડિલીટ કરતા જ ક્રેશ થઈ ગયું 90 ટકા માર્કેટ, આખરે શું હતું આ પોસ્ટનું રહસ્ય?
LIBRA Cryptocurrency: LIBRA એ લોન્ચ થતાની સાથે જ ક્રિપ્ટો માર્કેટમાં હલચલ મચાવી દીધી હતી. માત્ર બે કલાકમાં 50,000 થી વધુ વોલેટ ધારકો બની ગયા. ઘણા રોકાણકારોએ પોતાના પૈસા ડોનાલ્ડ ટ્રમ્પના સીમકોઈન $TRUMP માંથી કાઢીને LIBRA માં રોકાણ કર્યું.
Trending Photos
Argentina Share Market Update: જરા વિચારો, તમને અચાનક એવા સમાચાર મળે છે જેનાથી તમને લાગે છે કે જો તમે રોકાણ કરશો તો તમને મોટો નફો મળી શકે છે. પરંતુ થોડા સમય પછી તમને ખ્યાલ આવે છે કે તે એક ગેરસમજ સિવાય બીજું કંઈ ન હતું. કઈક આવી જ આર્જેન્ટિનામાં પરિસ્થિતિ ઊભી થઈ, જ્યાં રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈએ એક મેમકોઈન LIBRA ને પ્રોત્સાહન આપ્યું. આ તેમની પોતાની બનાવટની ક્રિપ્ટોકરન્સી નહોતી. તેમણે તેમના દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવાનું અને નાની કંપનીઓને ભંડોળ પૂરું પાડવાનું સાધન ગણાવ્યું. આગળ શું થયું, રોકાણકારોએ તેને તરત જ લઈ લીધું અને તેનું માર્કેટ કેપ 5 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું. પરંતુ આ ખુશી થોડા સમય પછી ફીક્કી પડી ગઈ.
LIBRA ની ધમાકેદાર શરૂઆત
LIBRA એ લોન્ચ થતાની સાથે જ ક્રિપ્ટો માર્કેટમાં હલચલ મચાવી દીધી હતી. માત્ર બે કલાકમાં 50,000 થી વધુ વોલેટ ધારકો બની ગયા. ઘણા રોકાણકારોએ પોતાના પૈસા ડોનાલ્ડ ટ્રમ્પના મીમકોઈન $TRUMP માંથી કાઢીને LIBRA માં રોકાણ કર્યું. આની અસર એ થઈ કે $TRUMPનું માર્કેટ કેપ 500 મિલિયન ડોલરથી વધુ નીચે આવી ગયું. પરંતુ આ ક્રેઝ લાંબો સમય ટકી શક્યો નહીં અને થોડા કલાકો પછી પ્રેસિડેન્ટ મિલેઈ એ ચોંકાવનારું નિવેદન આપ્યું.
રાષ્ટ્રપતિએ કર્યું પ્રમોશનથી ઇનકાર
થોડા કલાકો પછી જેવિયર મિલી દ્વારા અચાનક એક ટ્વિટ કરવામાં આવ્યું, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના આ ટોકન સાથે કોઈ સંબંધ નથી. તેમણે આ પોસ્ટમાં સ્વીકાર્યું કે LIBRAને ઉતાવળમાં પ્રમોટ કરવામાં આવ્યું હતું અને તેના વિશે યોગ્ય સંશોધન કરવામાં આવ્યું ન હતું. આ ખુલાસો પછી તેમણે LIBRA ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને અનફોલો કરી દીધું. આ સમાચારથી રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો અને તેઓએ ઝડપથી પોતાના નાણાં બજારમાંથી ઉપાડવાનું શરૂ કર્યું હતું.
LIBRA કિંમતમાં 90% નો ઘટાડો
મિલીના નિવેદન બાદ LIBRAના ભાવમાં ઝડપથી ઘટાડો થવા લાગ્યો. ક્રિપ્ટો ડેટા પ્લેટફોર્મ DexScreener મુજબ, જે ટોકન અગાઉ $4.50 પર પહોંચ્યું હતું, તે થોડા કલાકો પછી ઘટીને $0.50 થઈ ગયું. આ સાથે તેમનું માર્કેટ કેપ $4.5 બિલિયનથી વધુ ઘટી ગયું છે.
ક્રિપ્ટો નિષ્ણાતોના મતે આ ઘટનાને રિટેલ ટ્રેડિંગના ઈતિહાસમાં સૌથી ઝડપી અને સૌથી મોટા ઘટાડામાંથી એક માનવામાં આવે છે. અચાનક આવેલી વધઘટને કારણે ઘણા રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. આ ઘટના memecoin કલ્ચરની અસ્થિરતાને છતી કરે છે. માત્ર એક ટ્વીટ માર્કેટમાં ખૂબ ઉથલપાથલ મચાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે