Stock Market News: નિરમાની આ કંપની છપ્પરફાડ લાભ કરાવશે! 19% નો અપસાઈડ ટાર્ગેટ મળ્યો, જાણો વિગતો
માર્કેટ એક્સપર્ટ સંદીપ જૈને ખરીદી માટે એક દમદાર શેરની પસંદગી કરી છે. તેમણે જણાવ્યું છે કે આ કંપનીને હાલમાં જ નિરમાએ ખરીદી છે. હવે તેની પાસે દમદાર પોર્ટફોલિયો અને ફ્યૂચર ગ્રોથ મોડલ છે. આ શેરમાં રોકાણકાર શોર્ટથી લોંગ ટર્મની રીતે દાવ લગાવી શકે છે.
Trending Photos
Stocks to Buy: આજે સવારે ભારતીય શેર બજારમાં 8 દિવસ બાદ ઉછાળો જોવા મળ્યો. પરંતુ થોડીવારમાં સેન્સેક્સ અને નિફ્ટી 50 ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા. આવામાં જો તમે શેર બજારમાંથી કમાણી કરવા માંગતા હોવ તો એક્સપર્ટ કે બ્રોકરેજ રિપોર્ટની મદદ લઈ શકો છો. માર્કેટ એક્સપર્ટ સંદીપ જૈને ખરીદી માટે એક દમદાર શેર પસંદ કર્યો છે.
તેમણે જણાવ્યું છે કે આ કંપનીને હાલમાં જ નિરમાએ ખરીદી છે. હવે તેની પાસે દમદાર પોર્ટફોલિયો અને ફ્યૂચર ગ્રોથ મોડલ છે. આ શેરમાં રોકાણકારો શોર્ટથી લોંગ ટર્મની રીતે દાવ લગાવી શકે છે. એક્સપર્ટનું માનું છે કે આવનારા સમયમાં આ શેર રોકાણકારોને બંપર રિટર્ન અપાવી શકે છે. માર્કેટ એક્સપર્ટ સંદીપ જૈને ખરીદી માટે Alivus Life Sciencesની પસંદગી કરી છે.
Alivus Life Sciences - Buy
CMP - 1048
Target Price - 1250
Duration - 4-6 મહિના
શું કરે છે કંપની
Alivus Life Sciences જેનું નામ ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસ છે. તે નિરમા લીમિટેડની એક સબસિડરી કંપની છે જે જે કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, સિમેન્ટ, રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સમાં રસ ધરાવતું જૂથ છે. તે ક્રોનિક ચિકિત્સીય ક્ષેત્રોમાં પસંદગીના, હાઈ વેલ્યુ, નોન કોમોડિટાઈઝ્ડ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રિડિયન્સના એક ટોપ ડેવલપર અને મેન્યુફેક્ચરર છે.
કેવા છે કંપનીના ફંડામેન્ટલ્સ
તેઓ જણાવે છે કે કંપનીનો નેટ પ્રોફિટ માર્જન 20-21%, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 30 ટકાનો લગભગ છે. ROC 28% અને છેલ્લા 5 વર્ષથી તેનો પ્રોફિટ પણ 20-21 ટકાના દરથી ગ્રો કરી રહ્યો છે. સેલ્સ પણ 20 ટકા લગભગ છે. તેઓ કહે છે કે ઓવરઓલ જોઈએ તો આ એક સારી ફંડામેન્ટલવાળી કંપની છે.
(Disclaimer: આ સ્ટોકમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE24Kalakના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે