પાકિસ્તાનની એર સ્ટ્રાઈક...100 લોકોના મોત, ચેમ્પિયન્સ ટ્રોફી પર તોળાઈ રહ્યો છે આતંકી ખતરો

Pakistan Airstrike : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાવાની છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ICC ટૂર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. ભારત સિવાય અન્ય તમામ ટીમો પાકિસ્તાનમાં મેચ રમવા માટે તૈયાર છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાને એર સ્ટ્રાઈક કરી છે, જેમાં 100 લોકોના મોત થયા છે, ત્યારે આ ઘટના બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પર આતંકી ખતરો તોળાઈ રહ્યો છે. 

પાકિસ્તાનની એર સ્ટ્રાઈક...100 લોકોના મોત, ચેમ્પિયન્સ ટ્રોફી પર તોળાઈ રહ્યો છે આતંકી ખતરો

Pakistan Airstrike : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. 29 વર્ષ બાદ આ પ્રથમ ICC ઈવેન્ટ છે, જેનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે.  આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન પહોંચી છે, પરંતુ બીજી તરફ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે. રિપોર્ટ અનુસાર, અડધી રાત્રે થયેલા આ હવાઈ હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા છે.

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના આ હવાઈ હુમલા બાદ ખેલાડીઓની સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અફઘાનિસ્તાનના ખેલાડીઓ હાલ પાકિસ્તાનમાં છે, પરંતુ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં નવો વિવાદ ઉભો થયો છે.

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેવા માટે અફઘાનિસ્તાનની ટીમ 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન પહોંચી હતી. ચાર દિવસ પછી 16 ફેબ્રુઆરીની રાત્રે  પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં આતંકવાદી લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (TTP)ના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, હુમલામાં PAF લડાયક વિમાનો દ્વારા સરહદની બંને તરફ TTP સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલાઓ ઓછામાં ઓછા ત્રણ અલગ-અલગ સ્થળોએ પાકિસ્તાની વાયુસેનાના છ ફાઈટર જેટ દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે, ઈસ્લામાબાદે હવાઈ હુમલા પર મૌન જાળવી રાખ્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાન 

તમને જણાવી દઈએ કે છેલ્લા 5-6 વર્ષોમાં અફઘાનિસ્તાને ક્રિકેટમાં નવી ઊંચાઈઓ સ્પર્શી છે. તમે આ વાતનો અંદાજો એ પરથી લગાવી શકો છો કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં માત્ર 8 ટીમો જ ભાગ લઈ રહી છે અને તેમાં અફઘાનિસ્તાનનું નામ સામેલ છે, જ્યારે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી વર્લ્ડ કપ વિજેતા ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રુપ-બીમાં સ્થાન મળ્યું છે. આ ગ્રુપમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ જેવી ખતરનાક ટીમો સામે થશે.

અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેની સફર 21 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચથી શરૂ કરશે. આ મેચ કરાચીમાં રમાશે. અફઘાનિસ્તાનની બીજી મેચ 26 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ અને 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે લાહોરમાં રમાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news