ગુજરાતના આ ધારાસભ્યને બનવું છે મંત્રી! ભાજપે બાઈ બાઈ ચાળણી કરતા કોર્પોરેટ રુટ અપનાવ્યો
Arjun Modhwadia MasterStroke : ભાજપમાં મંત્રીપદ મેળવવા માટે અર્જુન મોઢવાડિયા હવાતિયા મારી રહ્યાં છે... દિલ્હીના પ્રવાસમાં પણ વાત ન બની તો મોઢવાડિયાએ કોર્પોરેટ રુટ અપનાવ્યો
Trending Photos
Gujarat Poltics : અન્ય પક્ષમાંથી ભાજપમાં આવતા નેતાઓને આવવા માટે પક્ષ દ્વારા કોઈને કોઈ લાલચ આપવામાં આવતી હોય છે. આ લાલચથી નેતાઓ પક્ષપલટો કરવા તૈયાર થાય છે. પરંતું ક્યારેક પક્ષપલટો કરનારના મનની મુરાદ પૂરી થતી નથી. ભાજપે આપા પક્ષપલટુઓને લાવીને સાઈડલાઈન કરી દીધા હોય તેવા અનેક નામ છે. તેમાં એક નામ છે મોઢવાડિયા. એવું લાગે છે કે, ભાજપમાં મંત્રીપદ મેળવવા માટે મોઢવાડિયાના ચપ્પલ ઘસાઈ જશે. કારણ કે, મંત્રીપદ મેળવવા માટે મોઢવાડિયા રીતસરના હવાતિયા મારી રહ્યા છે, પણ સામા પક્ષે ભાજપ પણ તેમની બાઈ બાઈ ચાળણી કરી રહ્યું છે.
મોઢવાડિયાને મંત્રી બનવું છે
ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં અનેક હોદ્દાઓ પર રહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા લોકસભાની ચૂંટણી અગાઉ અચાનક પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જે બાદ તેઓ ભાજપની ટિકિટ પર પોરબંદર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. થોડા સમય પહેલા જ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા ઉઠી હતી. ત્યારે આ વચ્ચે અર્જુન મોઢવાડિયાએ દિલ્હીમાં અમિત શાહ અને સી.આર પાટીલ સાથે મુલાકાત કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. પરંતું દિલ્હીમાં વાત ન બનતા હવે મોઢવાડિયાએ નવા પ્રયાસો શરૂ કર્યાં છે.
મોઢવાડિયાનો માસ્ટરસ્ટ્રોક
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના આંટાફેરા કરવામાં કામ ન બનતા હવે મંત્રીપદના અભરખા લઈને મોઢવાડિયા એક કોર્પોરેટ ગૃહના શરણે પહોંચ્યા છે. મોઢવાડિયાએ રાજકીય સંબંધો થકી લોબિંગ શરૂ કર્યું છે. આ માટે તેમણે વાયા કોર્પોરેટ રુટ અપનાવ્યો છે. તેમણે અદાણી રૂટ માફરત મંત્રીપદ મેળવવા હવાતિયા શરૂ કર્યાં છે. તેનો પુરાવો પણ સામે આવ્યો છે.
મોઢવાડિયાએ કર્યાં અદાણીના વખાણ
હાલમાં જ મોઢવાડિયાએ જાહેરમાં ગૌતમ અદાણીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,ગૌતમભાઈએ પુત્રના લગ્નમાં ખોટો ખર્ચ કર્યો નથી, ઉપરથી તેમણે તો સખાવત કરી છે. આમ, જાહેરમાં મોઢવાડિયાએ ગૌતમ અદાણીના મોંફાટ વખાણ કર્યાં છે. મોઢવાડિયાના આ માસ્ટરસ્ટ્રોક પર રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, તેઓ સત્તા પામવા માટે હવે વાયા કોર્પોરેટ રુટ અપનાવી રહ્યાં છે. તેથી તેમણે અદાણીના ગુનગાન ગાવાનું શરૂ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે