'મારા બાળકોનો પિતા Elon Musk છે', આ મહિલાએ કર્યો સનસનાટીભર્યો દાવો, ટેસ્લા માલિકની પુત્રીએ કહ્યું- 'એક નવો સાવકો ભાઈ...'

લેખિકા અશ્લે સેન્ટ ક્લેયરે દાવો કર્યો હતો કે તેમણે એલોન મસ્કના બાળકને જન્મ આપ્યો છે. તેના પર ટેસ્લાના માલિકની પુત્રી વિવિયન જેન્ના વિલ્સને તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી જ્યારે તેમણે એક નવા સાવકા ભાઈ વિશે ખબર પડી.

'મારા બાળકોનો પિતા Elon Musk છે', આ મહિલાએ કર્યો સનસનાટીભર્યો દાવો, ટેસ્લા માલિકની પુત્રીએ કહ્યું- 'એક નવો સાવકો ભાઈ...'

એલન મસ્કની પુત્રી વિવિયન જેન્ના વિલ્સને હાલમાં સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે, દ્યારે તેમણે એક નવા સાવકા ભાઈ-બહેન વિશે ખબર પડી. રિપોર્ટ્સના મતે, તેમણે આ સમાચાર રેડિટ મારફતે જાણી અને તેણે હલ્કે ફુલ્કે અદાજમાં શેર કરી. વિવિયનને પોતાના Threads એકાઉન્ટ પર લખ્યું છે કે જો દરેક વખતે એક નવા સાવકા ભાઈ-બહેન હોવાની જાણકારી મળતા એક નિકલ મળે તો  તેમની પાસે અમુક નિકેલ હોત.

તેમણે લખ્યું, 'જો મારી પાસે દર વખતે જ્યારે મને ઓનલાઈન જાણવા મળ્યું કે મારા નવા સાવકા ભાઈ-બહેન છે, તો મારી પાસે થોડા નિકલ હોત - જે વધારે નથી, પરંતુ તે વિચિત્ર છે કે તે છ વખત બન્યું છે.' વધુમાં તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ સ્થિતિ ‘Two Truths and a Lie’ (એક પ્રસિદ્ધ ગેમ) માં ઘણી સારી ફિટ થઈ શકે છે.

જોકે, વિવિયનને પોતાના પોસ્ટમાં એ સ્પષ્ટ કર્યું નથી કે તે કેટલા સાવકા ભાઈ-બહેનોની વાત કરી રહ્યા છે. આ રિએક્શન ત્યારે સામે આવ્યું જ્યારે લેખિકા અશ્લે સેન્ટ ક્લેયરે દાવો કર્યો કે તેમણે એલન મસ્કના બાળકોને જન્મ આપ્યો છે.

વિવિયન જેન્ના વિલ્સનનો પારિવારિક સંબધ
વિવિયન વિલ્સન, જે 2002માં એલોન મસ્ક અને જસ્ટિન વિલ્સનના સંતાનના રૂપમાં જન્મ્યા, તેમણે 2022 માં કાયદેસર રીતે તેમનું નામ અને લિંગ પરિવર્તન કરાવ્યું. તેમણે પોતાના પિતાથી દૂર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વિવિયનને જન્મ સમયે પુરુષ તરીકે ઓળખવામાં આવી હતી, પરંતુ જાહેરમાં તેણીની ઓળખ બદલવાની જાહેરાત કરી હતી.

એલોન મસ્કએ અગાઉ વિવિયનના જન્મનું નામ અને પુરૂષવાચી સર્વનામો (તે/તેમ)નો ઉપયોગ કર્યો છે. મસ્કે એમ પણ કહ્યું કે 'તે મરી ગઈ છે - તેણે 'વેક માઇન્ડ વાયરસ' દ્વારા મારી નાખવામાં આવી છે.'

અશ્લે સેન્ટ ક્લેરનો દાવો
એશ્લે સેન્ટ ક્લેયરે જાહેરમાં દાવો કર્યો હતો કે એલોન મસ્ક તેમના પાંચ મહિનાના બાળકના પિતા છે. ટ્વિટર પર તેમણે લખ્યું, 'પાંચ મહિના પહેલા મેં એક બાળકને જન્મ આપ્યો હતો. એલોન મસ્ક તેના પિતા છે. તેમણે એ પણ જણાવ્યું કે અત્યાર સુધી તેમણે પોતાના બાળકની ઓળખ ગુપ્ત રાખી હતી, પરંતુ મીડિયાના દબાણને કારણે તેમણે આ સમાચાર સાર્વજનિક કરવા પડ્યા. ક્લેરે મીડિયાને તેમના બાળકની ગોપનીયતાનું સન્માન કરવા અને બિનજરૂરી રીતે દખલ ન કરવા અપીલ કરી હતી.

એલોન મસ્કના અન્ય બાળકો
અહેવાલો અનુસાર, એલોન મસ્કને ત્રણ અલગ અલગ મહિલાઓથી 12 બાળકો છે:
1. તેની ભૂતપૂર્વ પત્ની જસ્ટિન વિલ્સન તરફથી..
2. ગાયક ગ્રીમ્સથી
3. તેમની કંપની ન્યુરાલિંકના એક્ઝિક્યુટિવ શિવોન ગિલિસ તરફથી... 

મસ્ક અને જસ્ટિન વિલ્સનનું પહેલું બાળક જે 2002માં પૈદા થયા હતા, જે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમને કારણે બાળપણમાં જ મૃત્યુ પામ્યું હતું. હવે એશ્લે સેન્ટ ક્લેરના દાવા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે મસ્કને કુલ 13 બાળકો હોઈ શકે છે, જો કે આ અંગે મસ્ક તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news