શનિના પુષ્ય નક્ષત્રમાં મંગળનું ગોચર આ 3 રાશિઓના ખોલશે કિસ્મત દરવાજા, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા!
Mangal Pushya Yog: બધા ગ્રહો નિશ્ચિત સમયે તેમનું નક્ષત્ર પરિવર્તન કરે છે, જેનો પ્રભાવ તમામ રાશિઓને પર પડે છે. ચાલો જાણીએ કે, મંગળના નક્ષત્ર પરિવર્તનથી કઈ ત્રણ રાશિઓ પર વિશેષ અસર થશે.
'મંગલ પુષ્ય યોગ'
જ્યોતિષીય ગણતરી મુજબ મંગળ ગ્રહ શનિની સ્વામિત્વવાળા નક્ષત્રમાં ગોચર કરશે. ભૂમિપુત્ર અને ગ્રહોના સેનાપતિ મંગળને ઉર્જા, ઉત્સાહ, હિંમત અને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવે છે. શનિના પુષ્ય નક્ષત્રમાં મંગળનો પ્રવેશ 'મંગલ પુષ્ય યોગ' બનાવશે.
જ્યોતિષીય ગણતરીઓ
જ્યોતિષીય ગણતરીઓ કહે છે કે, 12 એપ્રિલ 2025ના રોજ સવારે 6:32 વાગ્યે મંગળ ગ્રહનું શનિના નક્ષત્ર પુષ્યમાં ગોચર થશે. મંગળની ખગોળીય સ્થિતિનું જ્યોતિષ શાસ્ત્રમાં હંમેશા વિશેષ મહત્વ રહ્યું છે અને આ રીતે મંગળ પુષ્ય યોગનું નિર્માણ તમામ રાશિઓ પર અસર કરી શકે છે.
મંગલ પુષ્ય યોગથી ત્રણ રાશિઓને લાભ
મંગળનું પુષ્ય નક્ષત્રમાં ગોચર ત્રણ રાશિના જાતકોને ઘણો લાભ કરાવી શકે છે, જેમ કે, આર્થિક લાભ, કારકિર્દીમાં ઉન્નતિની તકો અને જાતકોના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓનું આગમનનો સંકેત મળે છે.
દરિદ્રતાનો નાશ
મંગળના નક્ષત્ર ગોચરથી રાશિચક્રની કઈ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલી શકે છે? જાતકોના દુઃખ અને દરિદ્રતાનો નાશ થઈ શકે છે. ચાલો જાણીએ આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો પર મંગળ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર કરવાથી ખૂબ જ શુભ અને લાભકારી પ્રભાવ પડી શકે છે. જાતકની કિસ્મત ચમકી શકે છે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં વખાણ થઈ શકે છે અને વિવાહિત જીવનમાં ખુશીઓ આવી શકે છે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો સુધરી શકે છે.
કર્ક રાશિના જાતકો
કર્ક રાશિના જાતકો તેમના અટકેલા રૂપિયા પાછા મેળવી શકશે. અચાનક આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે. ધન સંકટ દૂર થશે અને ઘરમાં શુભ કાર્યો થઈ શકશે. જાતકના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. સંતુલિત આહાર અને નિયમિત દિનચર્યામાં રહેતા જાતકો માટે વધુ લાભકારી બની શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે મંગળનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ શુભ તકો લઈને આવશે. આર્થિક લાભથી લઈને કારકિર્દીમાં ઉન્નતિ, મહેનતનું પુરું ફળ આપશે અને પ્રતિભાને ઓળખ મળશે. જાતક નવી ઉંચાઈઓ પર પહોંચી શકશે. ગરીબી દૂર થશે અને આત્મવિશ્વાસ વધશે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
કન્યા રાશિના જાતકો
કન્યા રાશિના જાતકોને તેમના વિવાહિત જીવનમાં સુખી અને સંતોષકારક દિવસો જોવા મળી શકે છે. નવા બિઝનેસ કે નોકરીની નવી તકો ખુલશે. મંગળના નક્ષત્ર ગોચરનો સમય જાતક માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. આ સમયે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો, તણાવ દૂર કરવા માટે નિયમિત કસરત કરો અને હેલ્ધી ફૂડ લો.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે મંગળનું પુષ્ય નક્ષત્રમાં ગોચર ખુશીઓ અને સુખ-સમૃદ્ધિ લાવવાનું કારક બની શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધન લાભની તકો આવશે. કાર્યસ્થળ પર પ્રતિષ્ઠામાં વધારો થશે. રૂપિયા કમાવવાની સંભાવનાઓ વધશે પરંતુ લોકો તેનાથી સંબંધિત પડકારોનો સારી રીતે સામનો કરી શકશે.
મીન રાશિના જાતકો
મીન રાશિના જાતકો માટે વેપારમાં લાભનો યોગ બનશે. સ્થાવર મિલકત ખરીદવાની તકો મળશે. જીવનમાં સ્થિરતા અને સુખ-શાંતિનો પ્રવશે થશે. લવ લાઈફમાં રોમાન્સ વધી શકે છે. જાતકને આ નક્ષત્ર ગોચર દરમિયાન સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. બેદરકારી બચતા રહેવા પર જાતક વધુ મહેનત કરી શકશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos