હવામાનના લેટેસ્ટ અપડેટ : ઠંડી-ગરમી વચ્ચે કંઈક મોટું થશે તેવી અંબાલાલની આગાહી
Weather Alert : દેશના વાતાવરણમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થયું છે. ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વાદળો મંડરાયા છે. અંબાલાલ પટેલે 19 તારીખ સુધીની આગાહી કરી છે. તેના બાદથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં સામાન્યથી તાપમાન વધુ છે. અમદાવાદમાં સામાન્યથી 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું. ભાવનગરના 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવનની દિશા જોવા મળી છે.
20 તારીખ સુધી રાહ જુઓ
ગુજરાતમાં પણ વાદળછાંયુ વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. મેદાની રાજ્યોમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં ગરમી શરૂ થઈ જતાં હવામાન વિભાગ પણ ચિંતામાં મૂકાઈ ગયું છે.
વાદળો રહેશે, ખેડૂતો સાચવજો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 17-18-19 ફેબ્રુઆરીએ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વાદળો આવવાથી જીરા અને ઘઉંના પાકોમાં અસર થશે. ગરમીના વટઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટબન સાથે પવન દૂર રહેશે. જેથી ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પવન આંશિક રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં 17-18-19 તારીખે પવનની ગતિ 20 કિમી પ્રતિ કલાકથી ઉપર રહેશે. કેટલાક ભાગોમાં 18 કિમી પ્રતિ કલાકે રહેવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે.
ગરમીની મહાભયંકર આગાહી
શ્ચિમ અને વાયવ્યના પવનને કારણે બેવડી ઋતુ અનુભવ થઈ શકે છે. ત્યારે આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેવાના અણસાર છે. હવે ગરમીનો પારો ઊંચકાશે. આગામી 2 દિવસ પછી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગરમીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે.
Trending Photos