Maruti Swift લોન પર ખરીદવા કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ ? જાણો મહિને કેટલો આવશે EMI ?
Maruti Swift on EMI : અમદાવાદમાં મારુતિ સ્વિફ્ટના LXi પેટ્રોલ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત 7.31 લાખ રૂપિયા છે. જો કે દેશના અન્ય શહેરોમાં આ કિંમતમાં તફાવત હોઈ શકે છે. ત્યારે જો તમે આ કાર લોન પર ખરીદવા માગતા હોવ તો આ તમારે કેટલું ડાઉન પેમેન્ટ ભરવું પડશે અને મહિને કેટલો EMI આવશે તેના વિશે આ લેખમાં જણાવીશું.
મારુતિ સુઝુકીની સૌથી ફેમસ કાર સ્વિફ્ટ છે. આ કારનું નવું જનરેશન મોડલ તાજેતરમાં જ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. નવી મારુતિ સ્વિફ્ટ 6.49 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે માર્કેટમાં આવી છે. આ કારના ટોપ મોડલની કિંમત 9.59 લાખ રૂપિયા સુધી જાય છે.
આ કાર માર્કેટમાં પેટ્રોલ અને CNG બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. જો તમે આ કારને EMI પર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને આ લેખમાં તમારે કેટલું ડાઉન પેમેન્ટ ભરવું પડશે અને મહિને કેટલો EMI આવશે તેના વિશે જણાવીશું.
અમદાવાદમાં મારુતિ સ્વિફ્ટના LXi પેટ્રોલ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત 7.31 લાખ રૂપિયા છે. જો તમે આ સ્વિફ્ટ મોડલને લોન પર ખરીદવા માંગો છો, તો તમારે 1 લાખ રૂપિયાથી ઓછું ડાઉન પેમેન્ટ ભરવું પડશે. આ કાર માટે તમારે બેંકમાંથી 6.58 લાખ રૂપિયાની લોન લેવી પડશે.
જો બેંક 6.58 લાખની કાર લોન પર 9 ટકા વ્યાજ વસૂલે છે અને તમે આ લોન ચાર વર્ષ માટે લો છો, તો તમારે દર મહિને બેંકમાં 16,380 રૂપિયા EMI ભરવો પડશે. જો તમે મારુતિ સ્વિફ્ટ માટે પાંચ વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને લગભગ 13,700 રૂપિયા EMI ભરવો પડશે.
જો આ લોન છ વર્ષ માટે લેવામાં આવે તો દર મહિને 9 ટકા વ્યાજ સાથે 11,900 રૂપિયા બેંકમાં જમા કરાવવાના રહેશે. બેંકની નીતિ અનુસાર મારુતિ સ્વિફ્ટ માટે લેવામાં આવેલી આ લોનની રકમમાં થોડો તફાવત હોઈ શકે છે. લોન લેતા પહેલા બેંકની પોલિસી વિશે તમામ માહિતી મેળવવી જરૂરી છે.
Trending Photos