ચૂંટણીના દસ ચમકારા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તામાં ઉલટફેર કરતા 10 મોટા પરિણામ

Sthanik Swaraj Election Result 2025 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 5 રસપ્રદ પરિણામ... ગુજરાતમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી પોતાની નગરપાલિકા બનાવશે... ચોરવાડે ધારાસભ્યને ઘરઆંગણે હરાવી તેમનાં પત્નીને જીતાડ્યા... ધારાસભ્ય પતિ હાર્યા, પત્ની જીત્યા... તો જૂનાગઢમાં કોટેચા પાવર પૂરો થયો

ચૂંટણીના દસ ચમકારા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તામાં ઉલટફેર કરતા 10 મોટા પરિણામ

Gujarat Local Body Election Result Live : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ધીરે ધીરે ખૂલી રહ્યું છે. 1 મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ લગભગ આવી ગયું છે. જેમાં ગુજરાતની 34 નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. કુલ 1677 બેઠકોમાંથી 1001 બેઠકો પર ભગવો લહેરાયો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થયા છે. આ વચ્ચે કેટલીક બેઠકોના પરિણામોએ ગુજરાતને ચોંકાવ્યા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 10 એવા પરિણામો પર નજર કરીએ, જે ચૂંટણીના ચમકારા જેવા સાબિત થયા છે. 

સૌથી મોટો ઉલટફેર, સમાજવાદી પાર્ટીએ અહીં ભાજપને હંફાવ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર એ છે કે, ગુજરાતમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી નગરપાલિકા બનાવશે. કુતિયાણા નગરપાલિકામાં પહેલેથી જ રસાકસીભર્યો માહોલ હતો. આ વચ્ચે સમાજવાદી પાર્ટીએ ભાજપને હરાવ્યું છે. સમાજવાદી પાર્ટીએ કુતિયાણામાં મોટો ઉલટફેર કર્યો છે. કુતિયાણા નગરપાલિકામાં 16 બેઠક જીતીને સમાજવાદી પાર્ટીની સત્તા બની છે. મતગણતરીમાં મોટો ઉલટફેર થયો છે. કુલ 24 બેઠકમાંથી સમાજવાદી પાર્ટીને 16 બેઠક મળી છે.

ધારાસભ્ય પતિ હાર્યા, પત્ની જીત્યા
અંબાણીના ગામના ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં-8માં ધારાસભ્ય વિમલ ચુડાસમાનીએ હારનો સામનો કરવો પડ્યો છે. અહીં, કોંગ્રેસનાં MLA વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો. ચોરવાડના વોર્ડ નંબર-3માં વિમલ ચુડાસમાનો પરાજય થયો છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્નીની જીત થઈ છે.

જૂનાગઢમાં કોટેચા પાવર પૂરો
જુનાગઢના પ્રખ્યાત કોટેચા પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 9 ના  ભાજપના ઉમેદવાર અને ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. 
 
સલાયામાં ભાજપને બુલડોઝર ભારે પડ્યું
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઊંઘેકાંધ પછડાઈ છે. ભાજપે જ્યાં બુલડોઝર ફેરવ્યુ એ સલાયા નગરપાલિકામાં ભાજપની હાર થઈ છે. સલાયા નગરપાલિકાન કુલ 28 બેઠકમાંથી આપને 13, જ્યારે 15 કોગ્રેસ મળી છે..

મહુધામાં વર્ષો બાદ ભાજપને સત્તા
ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી તરફ. 24 સીટમાંથી 14 સીટો પર ભાજપનો ભવ્ય વિજય તરફ. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ મહુધા નગરપાલિકામાં શાસન કરશે

રાધનપુરમાં કોંગ્રસનો ગઢ ગયો 
પાટણ રાધનપુર નગરપાલિકા ભાજપે છીનવી લીધી. રાધનપુર નગરપાલિકામા કોંગ્રેસના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. અહીં છેલ્લા 10 વર્ષથી રાધનપુર નગરપાલિકામા કોંગ્રેસનું શાસન હતું. રાધનપુર નગરપાલિકાની કુલ 28 બેઠક હતી. જેમાં ભાજપને 17 બેઠક મળી છે. કોંગ્રેસ 3 બેઠકમાં સમેટાયું છે. 

આંકલાવમાં અપક્ષ ફાવી ગયા 
આંકલાવનું પરિણામ તમામ રાજકીય પક્ષોને ચોંકાવી દે તેવું છે. અહી જનતાએ કોઈ પક્ષને બહુમતી આપી નથી. આંકલાવમાં 13 બેઠકો પર અપક્ષનો વિજય થયો છે. આંકલાવ નગરપાલિકાની કુલ બેઠક 24 માંથી ભાજપ 03 બેઠક મળી છે. જ્યારે કે કોંગ્રેસનું તો ખાતુ પણ નથી ખૂલ્યું. પરંતું અપક્ષ 13 બેઠકો પર વિજયી બન્યા છે. 

ડાકોરની પ્રજા નક્કી ન કરી શકી
ડાકોર નગરપાલિકાની મતગણતરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. પરંતુ અહીં ચોંકાવનારુ પરિણામ આવ્યું છે. યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષને સરખે સરખી બેઠકો મળી છે. ડાકોર નગરપાલિકાની ભાજપે પાંચ સીટ બિનહરીફ મેળવી હતી. 28 સીટમાંથી બિનહરીફ સહિત 14 સીટ મળી ભાજપને તો 14 સીટ ઉપર અપક્ષનો વિજય થયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news