ગુજરાતની આ નગરપાલિકામાં પહેલીવાર શાસન કરશે ભાજપ, કોંગ્રેસ પાસેથી સરકી ગઈ સત્તા

Mahudha Nagarpalika : એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા નગરપાલિકાનું શાસન હવે ભાજપના હાથમાં, પંજો ઢીલો પડ્યો... ઇતિહાસમાં પહેલીવાર ભાજપને મહુધામાં સત્તા મળી

ગુજરાતની આ નગરપાલિકામાં પહેલીવાર શાસન કરશે ભાજપ, કોંગ્રેસ પાસેથી સરકી ગઈ સત્તા

Sthanik Swaraj Election Result 2025 : ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી મળી છે. 24 સીટમાંથી 14 સીટો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ મહુધા નગરપાલિકામાં શાસન કરશે.

મહુધા પહેલેથી જ કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ બેઠક પર ભાજપ એક પણ વખત જીતી શક્યું ન હતુ.  મહુધામાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય છે. પરંતુ અંતે ભાજપે મહુધામાં જીત હાંસિલ કરી લીધી છે. કોઈ માની ન શકે કે મહુધાના ઈતિહાસમાં ભાજપની આ પહેલી જીત છે. આ જીત બાદ ભાજપ પહેલીવાર મહુધા નગરપાલિકા પર શાસન કરશે. 

ભાજપે કેટલા બેઠક પર જીત મેળવી
મહુધા પાલિકામાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા પાલિકામાં ભગવો લહેરાયો છે. કુલ 06 વોર્ડની 24 બેઠક છે. જેમાં ભાજપના ફાળે 14 બેઠક ગઈ છે જ્યારે અન્યના ખાતામાં 10 બેઠક ગઈ છે.

આંકલાવમાં અપક્ષ ફાવી ગયા 
આણંદ જિલ્લાની ત્રણ નગર પાલિકાઓ બોરિયાવી ઓડ અને આંકલાવની સામાન્ય ચૂંટણી થઈ હતી. જેમા ઓડ અને બોરિયાવી નગર પાલિકામાં ભાજપે પુર્ણ બહુમત મેળવ્યો છે. જેમાં ઓડ નગર પાલિકામાં કૉંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. જ્યારે આંકલાવ નગર પાલિકામાં કોંગ્રેસસ પ્રેરીત 14 અપક્ષોને વિજય થયો છે, જ્યારે ભાજપના 10 ઉમેદવારોનો વિજય થયો છે

બોરીયાવીમાં ભાજપને પહેલીવાર બહુમત 
બોરિયાવી નગર પાલિકામાં ભાજપએ પ્રથમવાર બહુમત મેળવી સત્તા પ્રાપ્ત કરી છે. જયારે ઓડ પાલિકામાં ભાજપએ 24 એ 24 બેઠકો પર સત્તા મેળવી છે. આંકલાવ કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીત ચાવડાનો ગઢ કહેવાય છે. અહીંયા ભાજપે પ્રથમ વાર મેન્ડેટ પર ચૂંટણી લડી 10 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે ઉમરેઠ નગર પાલિકામાં વોર્ડ નં 4 ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news