ના માધુરી-ના દિપીકા, આ અભિનેત્રીના Kissing સીનથી બોલીવૂડમાં મચ્યો હતો હગામો

Actress Kissing Scene Controversy: બોલિવૂડ ફિલ્મોમાં કિસિંગ સીન એક સામાન્ય વાત છે. પરંતુ એક અભિનેત્રીને કિસિંગ સીન આપવા બદલ તેને લીગલ નોટિસ મળી હતી. આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ કર્યો હતો. ચાલો જાણીએ શું છે આ આખી કહાની.

Kissing સીનથી મચી ગયો હતો હગામો

1/5
image

બોલિવૂડ ફિલ્મોમાં કિસિંગ અને ઈન્ટિમેટ સીન આપવા સામાન્ય વાત છે અને સ્ટાર્સ પણ તે નિર્ભયતાથી કરે છે. કેટલીક ફિલ્મોને બોક્સ ઓફિસ પર ફેન્સ તરફથી જોરદાર પ્રેમ મળે છે, જ્યારે કેટલીક ફિલ્મો પોતાનું બજેટ પણ કમાઈ શકતી નથી અને ફ્લોપ સાબિત થાય છે. ઘણી ફિલ્મોમાં ઘણા બધા બોલ્ડ સીનનો સમાવેશ કરવામાં આવે છે, જેના કારણે વિવાદો ઉભા થાય છે અને સ્ટાર્સને ટીકાનો સામનો કરવો પડે છે. આજે અમે એ અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ જેને કિસિંગ સીન કરવા બદલ લીગલ નોટિસ મળી હતી. આ સીનની આજે પણ ચર્ચા થાય છે. ચાલો જાણીએ કોણ છે એ હસીના.

ફેને મોકલી દીધી હતી લીગલ નોટિસ

2/5
image

વર્ષ 2006માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધૂમ 2' બધાને યાદ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરીને સુપરહિટ રહી હતી. આમાં ઐશ્વર્યા રાયે અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. તેની સાથે ઋતિક રોશન અને અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા હતા. 'ધૂમ 2'માં ઐશ્વર્યા રાય અને ઋતિક રોશનના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઈ હતી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે ઐશ્વર્યા રાયે મોટા પડદા પર હીરો સાથે કિસિંગ સીન આપ્યો હતો.

ફેન્સ આવા સીન જોવા માટે ન હતા કન્ફર્ટેબલ

3/5
image

અભિનેત્રી ઐશ્વર્યા રાયે વર્ષ 2012માં પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફિલ્મ 'ધૂમ 2'માં તેના કિસિંગ સીનને લઈને ફેન્સે તેમનેલીગલ નોટિસ મોકલી હતી. ફેને કહ્યું હતું કે, હું એક આઇકોનિક છું અને છોકરીઓ માટે એક ઉદાહરણ બેસાડું છું. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ફેન મને પડદા પર આ પ્રકારના સીન કરતા જોઈને જરાય કમ્ફર્ટેબલ નથી. ફેને પૂછ્યું કે, તેમણે આવું કેમ કર્યું.

સ્ક્રિપ્ટ અને ડાયરેક્ટરની હતી માંગ

4/5
image

અભિનેત્રી ઐશ્વર્યા રાયે વધુમાં કહ્યું હતું કે, મેં ફિલ્મમાં એકવાર કિસ કર્યું હતું, કારણ કે સ્ક્રિપ્ટ અને ડિરેક્ટરની માંગ હતી. હું માત્ર મારું કામ કરી રહી હતી. તેને જોયા બાદ ફેન્સ ગુસ્સે થઈ ગયા અને તેને નોટિસ મોકલી. અભિનેત્રીએ કહ્યું હતું કે, આ નોટિસ વાંચીને તે ખૂબ જ ચોંકી ગઈ હતી. ફેને તેની પાસે આ કામ માટે જવાબ માંગ્યો હતો.

ફિલ્મમાં માત્ર થોડીક જ ક્ષણોની થઈ ચર્ચા

5/5
image

ઐશ્વર્યા રાયે કહ્યું કે, આખી ત્રણ કલાકની ફિલ્મમાં માત્ર તે જ ક્ષણોની વાત કરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીએ એ પણ કહ્યું હતું કે, 'ધૂમ 2' પહેલા તેણે કિસિંગ સીન કે ઈન્ટીમેટ સીન કર્યા નથી. કારણ કે તે તેમને કરવામાં આરામદાયક ન હતી. આ કારણથી તેણે હોલિવૂડની ઘણી ફિલ્મો રિજેક્ટ પણ કરી હતી.