અમાસ પર બુધ ગોચરથી બની રહ્યો છે આ શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિઓને મળશે પ્રેમ અને અપાર ધન!
Laxmi Narayan Yog 2025: વૈદિક જ્યોતિષ અનુસાર અમાસ પર બુધ ગોચરથી મીન રાશિમાં શુક્ર અને બુધ ગ્રહની યુતિ થઈ રહી છે, જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેનો પ્રભાવથી ત્રણ રાશિઓને જ લાભ મળશે.
પ્રેમનો કારક
શુક્ર ગ્રહ ધન-વૈભવ, સુખ, સમૃદ્ધિ, સુંદરતા, એશો-આરામ, પ્રેમનો કારક છે. આવી સ્થિતિમાં જ્યારે બુધ અને શુક્રની સ્થિતિ બદલાય છે, ત્યારે તેની રાશિઓ પર પ્રભાવ પણ તેમના ગુણોના પર નિર્ભર કરે છે.
27 ફેબ્રુઆરી
આ સમય શુક્ર મીન રાશિમાં છે અને બુધ ગ્રહ 27 ફેબ્રુઆરીએ મીન રાશિમાં ગોચર કરશે. મીન રાશિમાં જ્યારે બુધ શુક્ર યુતિ થશે ત્યારે લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે.
રાજયોગ
આ ગોચરથી થનારી યુતિ દરમિયાન એક સારો સંયોગ એ પણ છે કે 27મી ફેબ્રુઆરીએ જ ફાલ્ગુન અમાસ પણ છે, જેના કારણે આ રાજયોગ વધુ ફળદાયી બને છે. એટલું જ નહીં મીન રાશિમાં રાહુ ગ્રહ પણ વિરાજમાન છે.
12 રાશિઓ પર અસર
આ તમામ ગ્રહોની સ્થિતિ તમામ 12 રાશિઓ પર અસર કરશે, પરંતુ એવી ત્રણ રાશિઓ છે જેના પર બુધના ગોચરથી બનેલા રાજયોગની સકારાત્મક અસર થવા જઈ રહી છે. ચાલો જાણીએ કે, તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે શુક્ર અને બુધની યુતિથી બની રહેલ રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જાતકોને આર્થિક રીતે વિશેષ લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. જીવનમાં ખુશીઓ ફેલાઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો આખરે અંત આવશે.
ધન રાશિના જાતકો
ધન રાશિના જાતકોને લક્ષ્મી નારાયણ રાજયોગના કારણે સમાજમાં માન-સન્માન મળશે. જે જાતકો આર્કિટેક્ટ છે, ઈન્ટિરિયર ડિઝાઈનિંગનું કામ કરે છે, જે લોકો રિયલ એસ્ટેટ સંબંધિત બિઝનેસ કરે છે તેઓ ઘણો નફો કમાઈ શકશે. આ ગોચર દરમિયાન જાતકની લોકપ્રિયતા વધી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો લક્ષ્મી નારાયણ રાજયોગથી વિશેષ લાભ મેળવી શકશે. જાતકોનું પ્રેમ જીવન રોમાંસથી ભરેલું રહેશે. આ સમયગાળા દરમિયાન અપરિણીત લોકો માટે ઘણા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો.
કન્યા રાશિના જાતકો
ગોચર દરમિયાન કન્યા રાશિના જાતકની આર્થિક સ્થિતિમાં અણધાર્યા સુધારો થઈ શકે છે. જાતકને તેના પાર્ટનર દ્વારા સારો આર્થિક લાભ મળશે. જેઓ અપરિણીત છે તેમને આ ગોચર દરમિયાન જીવનસાથી મળી શકે છે. જાતકોના જીવનમાં સુખ અને શાંતિ રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ ભૌતિક સુખનો કારક બની શકે છે. પરિવાર સાથે સમય પસાર કરી શકશો. બુધની કૃપાથી જાતક કામમાં બૌદ્ધિક ક્ષમતા લગાવી શકશે. ઘણા ક્ષેત્રોમાં સફળતાનો યોગ બનવા લાગશે. જાતકનો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ વધી શકે છે.
કર્ક રાશિના જાતકો
આ રાજયોગથી કર્ક રાશિના જાતકો ધાર્મિક યાત્રા પર જઈ શકે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો યોગ બનશે. કાર, મકાન અને અન્ય ઘણી સ્થાવર મિલકતો ખરીદવાની તક મળશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ભાગ્યનો પૂરો સાથ મળી શકશે. જાતકના જૂના સપના પૂરા થવાનો સમય આવી ગયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos