રૂપિયામાં સતત ઘટાડા વચ્ચે કેમ વધી રહ્યો છે સોનાનો ભાવ? જાણો નિષ્ણાતોએ શું કહ્યું
Today Gold Price: છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમત 1,660 રૂપિયા વધીને 80,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 99.5 ટકા શુદ્ધતાના સોનાની કિંમત 110 રૂપિયા વધીને 80,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે, આ અગાઉ જ્યારે ટ્રેડિંગ સેશન બંધ થયું ત્યારે સોનાની કિંમત 80,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
Trending Photos
Gold Price: સોનાના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને જણાવ્યું છે કે, રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોમવારે સોનાની કિંમત 110 રૂપિયા વધીને 80,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
છેલ્લા સત્રમાં સોનાનો ભાવ 80,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમત 1,660 રૂપિયા વધીને 80,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 99.5 ટકા શુદ્ધતાના સોનાની કિંમત 110 રૂપિયા વધીને 80,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે, જ્યારે તેની અગાઉની બંધ કિંમત 80,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
સોનાના ભાવમાં આવી તેજી
એલકેપી સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'રૂપિયો નબળો પડીને 86.61 પર આવવાથી સોનાના ભાવમાં તેજી આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા રશિયા પર લાદવામાં આવેલા નવા પ્રતિબંધોને કારણે ક્રૂડ ઓઈલના કિંમતોમાં તેજી આવી છે, જેના ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો થયો છે."
સોમવારે રૂપિયો લગભગ બે વર્ષમાં એક દિવસના સૌથી મોટા ઘટાડા સાથે 86.62 (અસ્થાયી) ડોલર સામે ઐતિહાસિક નીચી સપાટીએ બંધ થયો છે. અમેરિકાની મુદ્દામાં મજબૂતી અને ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાને કારણે રૂપિયો 58 પૈસા ઘટાડાની સાથે 86.62 (અસ્થાયી) ડોલરના મુકાબલામાં ઐતિહાસિક નીચી સપાટીએ બંધ થયો છે..
રૂપિયાના ઘટાડાને કારણે સોનાની માંગ વધી
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "રૂપિયામાં ઘટાડાથી સ્થાનિક બજારમાં સોનાના ભાવને સમર્થન મળ્યું, જેનાથી વૈશ્વિક સંકેતોની અસર વધી છે." જો કે, સોમવારે સતત બીજા સત્રમાં ચાંદી 93,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 10.70 ડોલર પ્રતિ ઔંસ ઘટીને 2,704.30 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક-કોમોડિટી સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, “ગત સપ્તાહે 1.95 ટકા વધ્યા બાદ સ્પોટ ગોલ્ડના ભાવ સ્થિર છે. ફુગાવાના ભયને કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.'' એશિયન માર્કેટમાં કોમેક્સ સિલ્વર ફ્યુચર્સ 1.4 ટકા ઘટીને 30.88 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે