વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ

ગુજરાતની ગરીમા પર લાંછન લગાવનાર સમાચાર સામે આવ્યા છે. મહિલાઓના સંવેદનશીલ વીડિયો ફૂટેજ ઓનલાઈન પૈસા કમાવા માટે વેચવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલ, જિમ સહિત મહિલાઓ સ્નાન કરતી હોય તેવા અંગત વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરવામાં આવી રહ્યાં છે. 

વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ  CCTV ફૂટેજ

અમાદાવાદ: આધુનિકતા અને ટેક્નોલોજી કેટલી વિનાશક છે આજે એનો જીવતો પુરાવો સામે આવ્યો છે.. માણસની વિકૃતિ ક્યાં હદ સુધી જઈ શકે એનો આપણે કોઈ અંદાજો પણ નથી લગાવી શકતા.. મેઘા MBBS નામની યુટ્યૂબ ચેનલ અને મેઘા ડિમોસ ગૃપ નામની ટેલિગ્રામ ચેનલમાં મહિલાઓની જાણ બહારના અંગત CCTV ફૂટેજનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે.. જેમાં ખાનગી બાથરૂમ, જાહેર બાથરૂમ, ગાયનેક હોસ્પિટલ અને એટલું જ નહીં નદીઓમાં ધાર્મિક  સ્નાન દરમિયાનના મહિલાઓના વીડિયો પણ મૂકવામાં આવ્યા છે.. ચોંકાવનારી વાત તો એ સામે આવી કે, આમાં રાજકોટની એક હોસ્પિટલના મહિલાઓના ચેકઅપના વીડિયો પણ મૂકવામાં આવ્યા છે.. જુઓ આ રિપોર્ટ.. 

મહિલાઓ માટે હોસ્પિટલ સુરક્ષિત નથી..
મહિલાઓ માટે જીમ પણ સુરક્ષિત નથી..
મહિલાઓ માટે સાર્વજનિક સ્થળ પણ સુરક્ષિત નથી..
એટલું જ નહીં મહિલાઓ માટે બાથરૂમ પણ સુરક્ષિત નથી..

જી હાં, મહિલા માટે એ કોઈ જગ્યા સુરક્ષિત નથી જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે અને જ્યાં મહિલાઓ સાર્વજનિક જગ્યા પર અવર જવર કરે છે.. 
કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે.. માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને લીધે હાહાકાર મચી ગયો છે.. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 17, 2025

વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર , બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપના સી.સી.ટી.વી ફૂટેજના 5 હજારથી વધુ વીડિયો સોશિયલ મીડિયા ચેનલો, ટેલિગ્રામ, યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે.. 

માત્ર કેટલાક લોકો 999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને આ વીડિયો બતાવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે.. સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર 15 જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા છે.. આ ગૃપમાં 5 હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે.. હોસ્પિટલ, જીમ, બાથરૂમ સહિતના વીડિયો અપલોડ કરવામાં આવ્યા. મહિલાઓના જાહેર રસ્તાની તસવીરો પણ શેર કરવામાં આવી..

— Zee 24 Kalak (@Zee24Kalak) February 17, 2025

હાલમાં મેઘા એમબીબીએસ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ ચાલુ છે.. આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ તપાસ કરી રહી છે.. સાઇબર ક્રાઇમ આઇટી એક્ટ 66 E અને 67 કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.. 

ચોંકાવનારી વાત તો એ છેકે, આ સમગ્ર પ્રકરણમાં રાજકોટની એક હોસ્પિટલનું નામ પણ ખૂલ્યું છે.. જે ગાયનેક હોસ્પિટલના CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં રાજકોટની પાયલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.. આ વાતનો સ્વીકાર ખૂદ પાયલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો છે.. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 17, 2025

ભારતીય સંસ્કૃતિ સ્ત્રીનું સન્માન સર્વોપરી ગણવામાં આવે છે એટલે જ સંસ્કૃતમાં જાણીતો શ્લોક છે, 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ'. જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું પૂજન થાય છે સન્માન જાળવવામાં આવે છે ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે.. પરંતુ, આ પ્રકારની ઘટના સમગ્ર સભ્ય સમાજ માટે શરમજનક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news