ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આજથી મળશે હોલટિકિટ, શિક્ષણ બોર્ડે આપી માહિતી
ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ માટે આજથી શાળાઓ હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાની હોલટિકિટ આજથી ડાઉનલોડ કરી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ જાણકારી આપી છે. આજથી શાળાઓ બોર્ડની વેબસાઇટ પરથી હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ શાળાઓ સહી-સિક્કા કરી આ હોલટિકિટ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આપશે.
ગુજરાત શિક્ષણ બોર્ડે આપી માહિતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર પરીક્ષા માટે હોલટિકિટ 17 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ સ્કૂલ પાસેથી આ હોલટિકિટ મેળવવાની રહેશે. સ્કૂલ બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા bsebht.in અથવા bseb.org પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે.
શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી હોલટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડવાનો રહેશે. હોલટિકિટમાં પરીક્ષાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી અને સ્કૂલના આચાર્યના સહી-સિક્કા કરવાના રહેશે. પરીક્ષા દરમિયાન આ હોલટિકિટ દર્શાવીને જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે