મુંબઈ ઈન્ડિયન્સની ઓપનિંગ મેચમાંથી હાર્દિક પંડ્યા આઉટ, CSK સામે કોન હશે કેપ્ટન? આ 3 ખેલાડી છે મોટા દાવેદાર

IPL 2025 Hardik Pandya Mumbai Indians: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝનનું શિડ્યુઅલ જાહેર થઈ ગયું છે. આ વખતે આઈપીએલ ઈતિહાસની બે સૌથી સફળ ટીમો ટૂર્નામેન્ટના બીજા દિવસે આમને-સામને જોવા મળશે. જો કે, તે પહેલા જ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને મોટો ઝટકો લાગ્યો છે. તેનો કેપ્ટન હાર્દિક પંડ્યા આ સિઝનમાં ટીમની પ્રથમ મેચમાં નહીં રમી શકે.

મુંબઈ ઈન્ડિયન્સની ઓપનિંગ મેચમાંથી હાર્દિક પંડ્યા આઉટ, CSK સામે કોન હશે કેપ્ટન? આ 3 ખેલાડી છે મોટા દાવેદાર

IPL 2025 Hardik Pandya Mumbai Indians: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન શરૂ થાય તે પહેલા જ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને મોટો ઝટકો લાગ્યો છે. તેનો કેપ્ટન હાર્દિક પંડ્યા આ સિઝનની ટીમની પ્રથમ મેચમાં નહીં રમે. IPL 2025ની શરૂઆત 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચથી થશે. બીજા દિવસે એટલે કે 23 માર્ચે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ સામે ટકરાશે.

હાર્દિક પર લાગ્યો હતો દંડ
હાર્દિકને IPL 2024ની તેમની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની ધીમી ઓવર રેટ માટે હાર્દિકને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેના પર 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ કારણોસર તે આ સિઝનની પ્રથમ મેચમાં રમી શકશે નહીં. CSK સામે પ્રતિબંધનો સામનો કર્યા બાદ હાર્દિક 29 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની ફ્રેન્ચાઇઝીની બીજી મેચ માટે પરત ફરશે.

IPLએ જાહેર કર્યું નિવેદન
"IPLના એક અધિકારીએ નિવેદનમાં કહ્યું હતું કે, મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને 17 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની તેમની IPL 2024ની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવી રાખ્યા બાદ દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે, આ સિઝનમાં ન્યૂનતમ ઓવર-રેટ અપરાધો સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ તેમની ટીમનો ત્રીજો ગુનો હોવાથી હાર્દિકને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેના પર ટીમની આગામી મેચ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો."

કેપ્ટનશિપ માટે આ ત્રણ દાવેદાર
હાર્દિકની ગેરહાજરીમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહ તમામ CSK સામે MIનું નેતૃત્વ કરવાના દાવેદાર છે. રોહિતને મુંબઈ દ્વારા કેપ્ટનશિપ પરથી હટાવી દીધો હતો. તેમની જગ્યાએ IPL 2024 પહેલા હાર્દિકને નિયુક્ત કરવામાં આવ્યો હતો. હાર્દિકને વાનખેડેમાં અને ઘરથી દૂર મેચો દરમિયાન MI ફેન્સ દ્વારા હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. સૂર્યકુમારની વાત કરીએ તો તેમણે ટીમનું સુકાન સંભાળ્યું છે અને બુમરાહ તાજેતરના સમયમાં ભારતીય ટીમનો કેપ્ટન રહ્યો છે. આવી સ્થિતિમાં તેમનો દાવો પણ મજબૂત છે. હવે જોવાનું એ રહે છે કે આ ત્રણમાંથી કોને પ્રથમ મેચમાં કેપ્ટન બનવાની તક મળે છે.

IPL માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિંજ, કર્ણ શર્મા, રેયાન રિકેલ્ટન, દીપક ચહર, મુજીબ ઉર રહેમાન, વિલ જેક્સ, અશ્વિની કુમાર, મિશેલ સેન્ટનર, રીસ ટોપ્લે, કૃષ્ણન શ્રીજિત, રાજ અંગદ બવા, સત્યનારાયણ રાજુ, બેવોન જેકબ્સ, અર્જુન તેંડુલકર, લિઝાદ વિલિયમ્સ, વિગ્નેશ પુથુર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news