નાસ્ત્રેદેમસ અને બાબા વેંગાએ કરી હતી ભૂકંપની ડરામણી ભવિષ્યવાણી, શું આ સાચું સાબિત થઈ રહ્યું છે?
Baba Vanga And Nostradamus Prediction: નાસ્ત્રેદેમસ અને બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ઘણા પ્રસંગો પર સાચી સાબિત થતી જોવા મળી છે. જ્યારે તેમણે ભૂકંપને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. આવો જાણીએ કે આમાંથી કઈ-કાઈ સાચી સાબિત થઈ છે.
Trending Photos
Baba Vanga And Nostradamus Prediction: દિલ્હીમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લોકોમાં ભારે ગભરાટ જોવા મળી હતી. ધરતીકંપ હંમેશા લોકોને ડરાવે છે અને આંચકો આપે છે. જ્યારે આ એક એવું રહસ્ય છે, જેની ભવિષ્યવાણીને લઈ આજ સુધી વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી. ભૂકંપ ક્યારે અને કેટલો જોરદાર આવશે તેનો અંદાજો લગાવવો કોઈ માટે શક્ય નથી. બીજી તરફ ભવિષ્યવાણીની વાત કરીએ તો નોસ્ત્રેદેમસ અને બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ઘણા પ્રસંગોએ એકદમ સાચી સાબિત થઈ છે. બન્નેએ પૃથ્વી પર ઉથલપાથલને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી છે.
નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણીઓ?
નાસ્ત્રેદેમસની કવિતાઓમાં ઘણીવાર કુદરતી આફતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને નદીઓનું ઉદય અને પૃથ્વી ધ્રુજારી જેવાં તેમના વાક્યોમાં પર્યાવરણમાં ઉથલપાથલની ચેતવણી દર્શાવે છે. વર્ષ 2025ના સંદર્ભમાં આ ક્લાઈમેટ ચેન્જની વધતી અસર સાબિત થઈ રહી છે. વિજ્ઞાનીઓ પણ બરફના ઝડપથી પીગળવા, દરિયાની સપાટીમાં વધારો અને હવામાનમાં સતત બદલાવ અંગે એલર્ટ આપી ચૂક્યા છે. નાસ્ત્રેદેમસે તેમના પુસ્તકમાં વિનાશકારી પૂર, દુષ્કાળ અને જંગલની આગનો ઉલ્લેખ કર્યો છે.
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ
બાબા વેંગાએ વર્ષ 2025ને લઈને કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી. તેમના મતે આ વર્ષે યુરોપમાં વિનાશકારી યુદ્ધની શરૂઆત થશે. જેના કારણે આ મહાદ્વીપની મોટાભાગની વસ્તી નાશ પામશે. તેમજ વર્ષ 2025માં રશિયા વિશ્વ પર રાજ કરશે. આ સિવાય બાબા વેંગાએ વર્ષ 2025માં અનેક વિનાશકારી કુદરતી આફતોની પણ ભવિષ્યવાણી કરી છે. આ મુજબ ઘણા નિષ્ક્રિય જ્વાળામુખી ફાટશે અને અમેરિકાના પશ્ચિમ કિનારે ભૂકંપ જોવા મળશે.
વર્ષ 2025 માટે મોટી ભવિષ્યવાણીઓ
- વિશ્વના સૌથી મોટું લોકતંત્ર એટલે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ શરૂ થશે.
- વર્ષ 2025માં સમગ્ર વિશ્વમાં ભૌગોલિક રાજકીય તણાવ યથાવત રહેશે.
- સુડાનમાં દુષ્કાળ પડશે. આ સમયગાળા દરમિયાન મર્યાદિત સહાય અને મોટા પાયે વિસ્થાપન જેવી માનવીય સંકટ વધુ ઊંડી બનશે.
- સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદની હકાલપટ્ટી બાદ સમગ્ર દેશમાં અનિશ્ચિત સંક્રમણ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે