100 વર્ષ બાદ હોળી પર બનશે ત્રિગ્રહી યોગ, આ જાતકોના ઘરે રૂપિયાના ઢગલા થશે, નોકરી-ધંધામાં પણ મળશે સફળતા

Trigrahi Yog in Meen: વૈદિક જ્યોતિષ અનુસાર મીન રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ત્રિગ્રહી યોગને કારણે ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે.

100 વર્ષ બાદ ત્રિગ્રહી યોગ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ પોતાની ચાલમાં ફેરફાર કરી રાજયોગ અને ત્રિગ્રહી યોગ બનાવે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હોળી પર આશરે 100 વર્ષ બાદ ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ બુધ, સૂર્ય અને શુક્રની યુતિથી મીન રાશિમાં બનશે. આ યોગથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મીન રાશિ

2/5
image

ત્રિગ્રહી યોગ મીન રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનશે. તેથી તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. આ સમયે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આ દરમિયાન પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. જો તમે રોકાણ કરેલું છે તો તેનાથી લાભ થઈ શકે છે. કપલ વચ્ચે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. લડાઈ-ઝઘડા થવાની સંભાવના ઓછી છે.  

વૃષભ રાશિ

3/5
image

તમારા લોકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયક સાબિત થશે. કારણ કે આ યોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને વિદેશી કંપનીમાં કામ કરવાની ઓફર મળી શકે છે. નવા કોન્ટ્રાક્ટ તથા ડીલથી બિઝનેસમેનને લાભ થશે અને બિઝનેસનો વિસ્તાર થશે. આ સમયે તમે આવકના નવા સ્ત્રોતથી ધન કમાવામાં સફળ થઈ શકો છો. તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે.  

મિથુન રાશિ

4/5
image

તમારા માટે હોળી પર બની રહેલો ત્રિગ્રહી યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી કરિયર અને કારોબાર સ્થાન પર બનશે. આ સમયે નોકરી કરનાર લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. જે લોકો કારોબારમાં સંઘર્ષ કરી રહ્યાં છે તેને આ સમયે લાભ થઈ શકે છે. કરિયરમાં પ્રગતિનો યોગ છે અને નોકરીમાં સારી તક મળી શકે છે. આ સમયે વેપારીઓનો ધનલાભ થઈ શકે છે. તો તમારા પિતા સાથે સંબંધ સારા થઈ શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.