164 વર્ષ બાદ વરુણ-શુક્રએ બનાવ્યો પાવરફૂલ માયા યોગ, આ 3 રાશિવાળાને ખાડેથી સિંહાસને પહોંચાડશે, પૈસાનો વરસાદ કરાવશે!

Shukra Varun Yuti: મીન રાશિમાં શુક્ર અને વરુણ બિરાજમાન છે. જેનાથી માયા યોગ બની રહ્યો છે. આવામાં 3 રાશિવાળાને ભારે ફાયદો થવાના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે. 

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ નવ ગ્રહો ઉપરાંત કેટલાક અન્ય ગ્રહો પણ છે પરંતુ તેમને સૂર્ય મંડળનો ભાગ માનવામાં આવતા નથી. જો કે જ્યોતિષમાં આ ગ્રહોનું વિશેષ મહત્વ હોય છે. અરુણ, પ્લુટો ઉપરાંત વરુણ ગ્રહ પણ ખાસ ગણાય છે. વરુણ ગ્રહને નેપ્ચ્યુન પણ કહે છે. જે લગભગ 13 વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે. આવામાં તેમને એક રાશિ ચક્ર પૂરું કરવામાં લગભગ 164 વર્ષનો સમય લાગે છે. વરુણની સ્થિતિમાં ફેરફારની પણ દરેક રાશિ પર કઈકને કઈક અસર પડી શકે છે. અત્રે જણાવવાનું કે 11 સપ્ટેમ્બર 2022ના રોજ વરુણ કુંભ રાશિમાં પ્રવેશ કરી ગયો હતો. 19 ફેબ્રુઆરી 2023ના રોજ વરુણ મીન રાશિમાં પ્રવેશ કરી ગયા. બીજી બાજુ દૈત્યોના ગુરુ શુક્ર પણ મીન રાશિમાં બિરાજમાન છે. આવામાં બંનેની યુતિથી માયા નામના ગ્રહનું નિર્માણ થાય છે. આ રાજયોગ બનવાથી 12 રાશિઓના જીવનમાં નવા જૂની થઈ શકે છે. 

કન્યા રાશિ

2/5
image

કન્યા રાશિના જાતકો માટે માયા યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિમાં વરુણ અને શુક્રની યુતિ સાતમા ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોની છબીમાં વધુ સુધારો જોવા મળી શકે છે. તમે તમારા વ્યક્તિત્વ પર ખુલીને વાત કરશો. આ સાથે જ પાર્ટનરના માધ્યમથી તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. અપરણિત હશો તો તમને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. ધન સંબંધિત કેટલાક નિર્ણય લઈ શકો છો. પિતા, ગુરુ કે મેન્ટરની સલાહથી લક્ષ્યાંક મળવી શકો છો. પાર્ટનરશીપમાં કરાયેલા વેપારમાં ખુબ લાભ મળી શકે છે. 

તુલા રાશિ

3/5
image

તુલા રાશિના જાતકો માટે માયા યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં શુક્ર અને વરુણની યુતિ છઠ્ઠા ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. તમને ખુબ ધન કમાવાના યોગ બની રહ્યા છે. સહકર્મીઓ સાથે સારા સંબંધ રહેશે. જેનાથી તમને ખુબ લાભ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને ખુબ સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારની આળસ ન કરો. તેનાથી નુકસાન થઈ શકે છે. 

મિથુન રાશિ

4/5
image

મિથુન રાશિના જાતકો માટે શુક્ર અને વરુણની યુતિ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના દસમા ભાવમાં બંને ગ્રહોની યુતિ થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે સારો એવો લાભ મળી શકે છે. રચનાત્મકતામાં વધારો જોવા મળશે. બોસ અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામને બીરદાવશે. તમારા સહકર્મીઓ સાથે સંબંધ સારા રહેશે. આધ્યાત્મ પ્રત્યે ઝૂકાવ વધશે. કામના મામલે વિદેશ પ્રવાસ કરી શકો છો. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. બધુ મળીને માયા યોગ તમારી રાશિ માટે લકી સાબિત થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.