Car Servicing Tips : કારને કેટલા કિલોમીટર ચલાવ્યા પછી કરાવવી જોઈએ સર્વિસ ? 90 ટકા લોકો કરે છે આ ભૂલ!
Car Servicing Tips : મોંઘવારીના કારણે કાર ખરીદવી જેટલી મુશ્કેલ છે. તેટલી જ તેની સંભાળ રાખવી પણ મુશ્કેલ છે. કાર સર્વિસિંગને લઈને લોકોના મનમાં હંમેશા સવાલ થતો હોય છે કે તેને કયારે અથવા તો કેટલા કિલોમીટર ચલાવ્યા પછી સર્વિસ કરાવવી જોઈએ. તો તેના વિશે આ લેખમાં જાણીશું.
Car Servicing Tips : દરેક વ્યક્તિને કાર ખરીદ્યા પછી પરિવાર સાથે લોન્ગ ડ્રાઈવ કરવાનું પસંદ હોય છે, પરંતુ જો કાર રસ્તામાં અધવચ્ચે જ ખરાબ થઈ જાય તો, બધી મજા બગડી જાય છે. તેથી કારને રેગ્યુલર સર્વિસ કરાવવી જોઈએ.
જો કે, લોકોના મનમાં હંમેશા એ સવાલ હોય છે કે, કારને ક્યારે એટલે કે કેટલા કિલોમીટર ચલાવ્યા પછી સર્વિસ કરાવવી જોઈએ. કોઈનું માનવું છે કે એક વર્ષે સર્વિસ કરાવવી જોઈએ તો કોઈનું કહેવું છે કે 10 હજાર કિલોમીટર ચલાવ્યા બાદ સર્વિસ કરાવવી જોઈએ. તેથી તમે હંમેશા કન્ફ્યુઝ રહો છો અને કારને નુકશાન થઈ શકે છે.
મોટાભાગના લોકો પોતાની કારનો ઉપયોગ ઓફિસ આવવા-જવા માટે કરે છે. તેથી તેમની કાર ઘણા કિલોમીટર ફરતી નથી, જેના કારણે એક વર્ષમાં કાર 5000 કિલોમીટરથી વધુ ફરતી નથી. તેથી લોકો વિચારે છે કે તેમની કાર 10,000 કિલોમીટર ચાલશે ત્યારે જ તેઓ સર્વિસ કરાવશે.
આવી સ્થિતિમાં ગાડીની હાલત ખરાબ થવા લાગે છે અને પછી સર્વિસિંગની સાથે એન્જિન પર પણ મોટો ખર્ચ થાય છે. અમે તમને જણાવી દઈએ કે કારનું એન્જિન ખૂબ જ મોંઘું હોય છે, તેથી જો તેમાં થોડી પણ સમસ્યા હોય તો તમને એન્જિન બદલવા માટે કારની કિંમત કરતાં વધુ ખર્ચ થશે. તેથી કાર સર્વિસિંગને અવગણવી નહીં.
તેથી સમય સમય પર મિકેનિક દ્વારા કારની તપાસ કરાવતા રહો, જેથી તે તમારી કારની સ્થિતિને ધ્યાનમાં લઈને તમને સર્વિસિંગની ચોક્કસ તારીખ જણાવી શકે.
જો તમારા વાહનને યોગ્ય સમયે સર્વિસ કરવામાં નહીં આવે તો તમારા વાહનનું માઇલેજ ઘટી જશે અને એન્જિનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગશે. તેથી વાહનની સર્વિસિંગ પ્રત્યે બેદરકાર ન રહો.
Trending Photos