મહાકુંભ વચ્ચે ગંગા નદી પર આવ્યું મોટું સંકટ, શું 2050 સુધીમાં ગંગા સુકાઈ જશે?
Ganga River Crisis-2050 : ગંગોત્રી ગ્લેશિયર પીગળવાને કારણે ગંગા નદીનું ભવિષ્ય જોખમમાં છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ગંગાનું જળસ્તર ઐતિહાસિક રીતે નીચું હોઈ શકે છે. છેલ્લા 87 વર્ષોમાં ગ્લેશિયર 1700 મીટર સુધી પીગળ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો ગંગા સુકાઈ શકે છે, જેની અસર મહા કુંભ જેવા ધાર્મિક કાર્યક્રમો પર પડશે
Trending Photos
Ganga River Will Disappear : પ્રયાગરાજમાં ગંગા-યમુનાના સંગમ પર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યારસુધીમાં 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં મહાસ્નાન કર્યું છે. પરંતુ આ દરમિયાન એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું 2050 સુધીમાં ગંગા સુકાઈ જશે? આ સવાલ એટલા માટે પૂછવામાં આવી રહ્યા છે. કારણ કે સંયુક્ત રાષ્ટ્રનો તાજેતરનો અહેવાલ આ તરફ ઈશારો કરી રહ્યો છે. તો બીજીબાજુ બીજા પુરાણમાં ગંગાના પાછા ફરવા વિશે પણ લખાયેલું છે.
યુએન રિપોર્ટમાં શું ખુલાસો થયો તેના પર નજર કરીએ તો...
- સંયુક્ત રાષ્ટ્રે 2025ને આંતરરાષ્ટ્રીય ગ્લેશિયર વર્ષ જાહેર કર્યુ...
- 1 લાખ 86 હજાર ગ્લેશિયરને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ તરીકે ઓળખવામાં આવી...
- આ ગ્લેશિયર 66,000 ચો. કિમી વિસ્તારમાં ફેલાયેલો છે....
- તે કુલ ગ્લેશિયરના 10 ટકા જેટલો વિસ્તાર છે....
- હિમાલય સહિતના 10 ચો કિમીના ગ્લેશિયર 25 વર્ષમાં સૂકાઈ જશે...
- વર્લ્ડ હેરિટેજ ગ્લેશિયર્સ વર્ષે 58 અરબ ટન બરફ ગુમાવે છે...
દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની અસર ધ્રુવીય વિસ્તારો અને બરફ ધરાવતા વિસ્તારોમાં સૌથી વધુ થઈ રહી છે... ગંગા નદી પણ ગ્લેશિયરના પાણીમાંથી જ બનેલી છે... ગંગા ક્યાં સુધી અસ્તિત્વમાં રહેશે તેનો જવાબ ગ્લેશિયરના પીગળવાના પ્રમાણ પર નિર્ભર છે... કેમ કે
- ગંગોત્રીમાં 1817થી 1889 સુધી દર વર્ષે 12 મીટરના દરથી ગ્લેશિયર પીગળ્યો...
- 1889થી 1935 સુધી દર વર્ષે 10 મીટરના દરથી ગ્લેશિયર પીગળ્યો...
- 1935થી 1971 સુધી દર વર્ષે 19 મીટરના દરથી ગ્લેશિયર પીગળ્યો...
- 1971થી 1991 સુધી 20 મીટર પ્રતિ વર્ષના દરથી ગ્લેશિયર પીગળ્યો...
- 1991થી 2016 સુધી 22 મીટર પ્રતિ વર્ષના દરથી ગ્લેશિયર પીગળ્યો....
- વર્ષ 2016થી 2025 સુધી 38 મીટર પ્રતિ વર્ષના દરથી ગ્લેશિયર પીગળી રહ્યો છે...
વાડિયા ઈન્સ્ટીટ્યૂટના ગંગોત્રી અને પાડોશી ગ્લેશિયર અંગેના સંશોધન પત્ર પ્રમાણે, હિમાલયના ઉંચા શિખરો પર બરફ નથી, જ્યાં પહેલાં બરફ રહેતો હતો. 1991થી 2021 સુધીમાં શિખર પરનો બરફ ઘટી ગયો છે. 10,768 કિમીનો વિસ્તાર ઘટીને 3258 કિમી થઈ ગયો છે. પાતળી બરફની ચાદર વધીને 6863 ચોરસ કિમી થઈ ગઈ છે. હિમાલય ક્ષેત્રમાં વધતું તાપમાન, ઓછી હિમવર્ષાથી ગ્લેશિયર પીગળી રહ્યા છે. અહેવાલમાં ગંગોત્રી ગ્લેશિયર સૌથી વધુ જોખમમાં હોવાનું સામે આવ્યું.
વૈજ્ઞાનિક કારણો સિવાય દેવી ભાગવત પુરાણમાં પણ ગંગાના સુકાઈ જવા વિશે કહેવામાં આવ્યું છે કે...
- સ્કંદ-9 અધ્યાય-11માં ઉલ્લેખ છે કે 5000 વર્ષ પછી ગંગા પૃ્થ્વી પરથી અદ્રશ્ય થઈ જશે
- કથા મુજબ એક વખત ગંગા અને સરસ્વતી વચ્ચે વિવાદ થયો
- ત્યારે દેવી લક્ષ્મીજી તેમાં મધ્યસ્થી કરવા માટે આવ્યા
- જેના કારણે સરસ્વતીએ તેમને શ્રાપ આપ્યો કે તે વૃક્ષનું રૂપ ધારણ કરીને પાપીઓના પાપ સ્વીકારે
- ગંગા અને સરસ્વતીએ એકબીજાને નદીના રૂપમાં પૃથ્વી પર રહેવાનો શ્રાપ આપ્યો
- ત્રણેય દેવીનો ક્રોધ શાંત થતાં તેઓ પસ્તાવો કરવા લાગ્યા
- ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે કળિયુગના 5000 વર્ષ પૂરાં થશે ત્યારે ત્રણેય દેવી પોતપોતાના સ્થાને પાછા ફરશે
કારણ કંઈપણ હોય. પરંતુ જો ગ્લોબલ વોર્મિંગના કારણે બધા ગ્લેશિયર પીગળી જશે તો મોટી મુશ્કેલી માનવજાત પર જ આવવાની છે. એટલે જાગી જવાની જરૂર છે. નહીં તો પસ્તાવાનો પાર નહીં રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે