અનલિમિટેડ પાણીપુરી ખાવાની અનોખી ઓફર! 99,000 રૂપિયા આપો અને જિંદગીભર પાણીપુરી ખાઓ

Panipuri Offer : દુકાનદારની ઓફર આખરે રંગ લાવી... 151 પાણીપુરી ખાઓ, 21,000નું ઈનામ... ખાઓ હિસાબ વિના, ઓફર છે લાજવાબ... 99,000 ચૂકવો, આખી જિંદગી ખાઓ... દુકાનદારનો આઈડિયા કામ કરી ગયો... નાગપુરમાં વિજય કુમારની ઓફર

અનલિમિટેડ પાણીપુરી ખાવાની અનોખી ઓફર! 99,000 રૂપિયા આપો અને જિંદગીભર પાણીપુરી ખાઓ

Lifetime Panipuri offer : જો તમે પાણીપુરી કે ગોલગપ્પાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે... જ્યાં લાઈફટાઈમ તમે ફ્રીમાં પાણીપુરી ખાઈ શકો છો... પરંતુ તેના માટે તમારે એકવાર 99,000 રૂપિયા આપવા પડશે... ત્યારે આવી આકર્ષક ઓફર કોણે કરી?... કેમ દુકાનદારે આવી ઓફર કાઢવાની જરૂર પડી?... જોઈશું આ રિપોર્ટમાં... 

  • 600 રૂપિયા ભરો, આખું અઠવાડિયું પાણીપુરી ખાઓ
  • 5000 રૂપિયા ભરો, આખું વર્ષ પાણીપુરી ખાઓ
  • 6 મહિના પાણીપુરી ખાઓ, 30,000 રૂપિયાનું ઈનામ મેળવો
  • 99,000 રૂપિયા ભરો, આખી જિંદગી પાણીપુરી ખાઓ

ઓફર સાંભળીને ચોંકી ગયા ને
આ ઓફર શરૂ કરી છે મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતાં દુકાનદાર વિજય મેવાલાલ ગુપ્તાએ. તેમણે ગોલગપ્પા કે પાણીપુરીના શોખીન લોકો માટે આકર્ષક ઓફર આપી છે. જેને સાંભળીને દુકાન પર લાઈન લાગવાની શરૂઆત થઈ ગઈ છે. હવે તમારા મનમાં એમ થતું હશે કે દુકાનદારે કેમ આવી ઓફર શરૂ કરવાની ફરજ પડી? તો તેનો જવાબ દુકાનદારના મુખેથી જ સાંભળો. 

પાણીપુરીના ગ્રાહકો માટે  દુકાનદારે બીજી પણ ઓફર આપી છે. જેમાં પાણીપુરી ખાવાની સાથે સાથે પૈસા કમાવાની તક પણ રહેલી છે. જેમાં 151 રૂપિયા પાણીપુરી એકસાથે ખાઈ જાવ તો 21,000 રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે. દુકાનદારની ઓફરનો વીડિયો વાયરલ થતાં દૂર-દૂરથી લોકો પાણીપુરી ખાવી પહોંચી રહ્યા છે. 
 
હાલ તો વિજય ગુપ્તાની ઓફર કામ કરી ગઈ છે... અને તેના કારણે તેમની આવકમાં પણ વધારો થયો છે... ગમે તે કહો પરંતુ દુકાનદારના અનોખા આઈડિયાએ તેને ફેમસ કરી દીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news