Double Trigrahi Yog: એકસાથે સર્જાયો ડબલ ત્રિગ્રહી યોગ, 7 રાશિના લોકોનું માલામાલ થવું નક્કી, ઈચ્છાઓ રાતોરાત પુરી થશે
Double Trigrahi Yog: આ વખતે વર્ષો પછી અદ્ભુત ઘટના ઘટી છે. એક સાથે બે ત્રિગ્રહી યોગ દુર્લભ ઘટના ગણાય છે અને આ ઘટના ફેબ્રુઆરી મહિનામાં બની ગઈ છે. કુંભ અને મીન રાશિમાં એકસાથે ત્રિગ્રહી યોગ સર્જાયા છે આ યોગ 7 રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર કરશે.
Trending Photos
Double Trigrahi Yog: ફેબ્રુઆરી મહિનામાં એક દુર્લભ જ્યોતિષીય ઘટના ઘટી છે. ફેબ્રુઆરી મહિનામાં કુંભ રાશિમાં અને મીન રાશિમાં એક સાથે ત્રિગ્રહી યોગ બન્યા છે. એક સાથે ડબલ ત્રિગ્રહી યોગ બનવું 7 રાશિના લોકો માટે અત્યંત શુભ છે. ફેબ્રુઆરી મહિનામાં કુંભ રાશિમાં બુધ, સૂર્ય અને શનિ એકસાથે ગોચર કરી રહ્યા છે. 12 ફેબ્રુઆરીએ સૂર્યએ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ સર્જાયો. કુંભ રાશિની સાથે મીન રાશિમાં પણ ત્રણ ગ્રહોની યુતિ બની રહી છે. મીન રાશિમાં શુક્ર, રાહુ અને વરુણ ગ્રહની યુતિ સર્જાય છે. આમ એક સાથે બે રાશિમાં ત્રણ ત્રણ ગ્રહનું ગોચર દુર્લભ ઘટના છે.
આ ડબલ ત્રિગ્રહી યોગ બધી જ રાશિના લોકોને વ્યાપક રીતે અસર કરશે. લોકોનું કરિયર, વેપાર, નોકરી, દાંપત્યજીવન અને ધનની આવક પણ આ યોગના કારણે પ્રભાવિત થશે. આ ત્રિગ્રહી યોગ 7 રાશિના લોકો માટે એકદમ સકારાત્મક રહેવાનો છે. આ રાશિના લોકોને અમીર બનતા અટકાવવા મુશ્કેલ છે. તેમના જીવનમાં ધનનો પ્રવાહ વધશે. તો ચાલો તમને જણાવીએ આ લકી રાશિઓ કઈ કઈ છે ?
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે આ ડબલ ત્રિગ્રહી યોગ નવી તકો લઈને આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. કાર્યક્ષેત્રમાં માન, સન્માન વધશે અને મહેનતનું ફળ મળશે. વેપારમાં લાભ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના વિદ્યાર્થીઓ માટે સમય અત્યંત સારો. કાર્યક્ષેત્રમાં માન, સન્માન પ્રાપ્ત થશે. સંપત્તિથી લાભ થવાની સંભાવના. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણથી લાભ થવાની શક્યતા.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે પણ આ યોગ ભાગ્ય વધારનાર છે. ધન વૃદ્ધિ થશે. આવકના સ્ત્રોત વધશે. નોકરી કરતા લોકોને લાભ થશે. સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત લોકોને નવી જવાબદારી મળી શકે છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. કાર્યના વખાણ થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ ત્રિગ્રહી યોગ શુભ છે. કરિયરમાં આગળ વધવાના અવસર મળશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. જીવનમાં સુખ-શાંતિ વધશે. સંબંધોમાં મધુરતા રહેશે. કરિયરમાં સફળતા પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસ વધશે
ધન રાશિ
ધન રાશિના લોકો માટે પણ આ યોગ લાભકારી રહેશે. સમસ્યાઓનું સમાધાન મળશે. જીવનમાં ચાલી રહેલી તકલીફો પણ દૂર થવા લાગશે. ઇચ્છિત નોકરી મળી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. આર્થિક સ્થિતિ સુધરશે.
કુંભ રાશિ
ત્રિગ્રહી યોગ કુંભ રાશિમાં જ બન્યો છે તેથી આ રાશિના લોકોને વિશેષ લાભ થશે. નોકરીમાં ઇચ્છિત સફળતા મળશે. પગાર વધી શકે છે. લાઈફસ્ટાઈલ સુધરશે. વૈવાહિક જીવનની સમસ્યાનું સમાધાન આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
મીન રાશિ
ત્રિગ્રહી યોગ મીન રાશિમાં પણ બન્યો છે તેથી આ રાશિના લોકોને પણ લાભ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. અટકેલા કામ પુરા થશે. આ યોગના પ્રભાવથી આર્થિક સ્થિતિ સુધરશે. બચત વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે