Rahu Gochar 2025: માર્ચ મહિનામાં આ 3 રાશિઓને ધનના ઢગલે બેસાડશે રાહુ, દરેક ઈચ્છા થવા લાગશે પુરી
Rahu Gochar 2025: રાહુને પાપી ગ્રહ કહેવાય છે પરંતુ રાહુ જ્યારે કોઈ પર મહેરબાન થાય તો એટલી સમૃદ્ધિ અને ધન આપે છે કે વ્યક્તિ રાતોરાત રંકમાંથી રાજા બની જાય. આવું જ કંઈક માર્ચ મહિનામાં 3 રાશિઓના જીવનમાં જોવા મળી શકે છે.
Trending Photos
Rahu Gochar 2025: નવગ્રહોમાં રાહુને પણ વિશેષ સ્થાન પ્રાપ્ત છે. રાહુ ગ્રહને રહસ્ય અને અણધારી ઘટનાઓનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં રાહુ જો યોગ્ય સ્થાન પર હોય તો વ્યક્તિને શુભ ફળ મળે છે. જો રાહુ ખરાબ હોય તો ગંભીર પરિણામનો સામનો કરવો પડે છે. રાહુ ગ્રહ વિશે એવું પણ કહેવાય છે કે જ્યારે રાહુ કોઈને આપે છે તો બેશુમાર આપે છે.
પંચાંગ અનુસાર 16 માર્ચ 2025 ની સાંજે રાહુ ગ્રહ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાંથી નીકળી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના ચતુર્થ પદમાં ગોચર કરશે. અહીં રાહુલ 18 મે 2025 સુધી રહેશે. રાહુ ગોચરનો આ સમય 12 માંથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો કરાવશે. આજે તમને એ ત્રણ રાશિ વિશે જણાવીએ જેની જિંદગી 16 માર્ચથી બદલી જશે.
માર્ચ મહિનામાં આ 3 રાશિનું ચમકશે ભાગ્ય
સિંહ રાશિ
સિંહ રાશિ રાહુની પ્રિય રાશિ છે. તેના પર હંમેશા રાહુની કૃપા હોય છે. 16 માર્ચથી રાહુ સિંહ રાશિના લોકોને સૌથી વધુ લાભ કરાવશે. અટકેલા કામ ધીરે ધીરે પૂરા થવા લાગશે. વેપારમાં લાભ થશે. સંપત્તિની ખરીદી થઈ શકે છે. નોકરી કરતા લોકોનું મન કામમાં લાગશે. દાંપત્યજીવનની સમસ્યાઓ દૂર થશે અને સંબંધ મજબૂત થશે.
વૃશ્ચિક રાશિ
માર્ચ મહિનામાં રાહુનું નક્ષત્ર પરિવર્તન વૃશ્ચિક રાશિના લોકોને પણ લાભ કરાવશે. લાંબા સમયથી કોર્ટમાં અટકેલો કેસ પૂરો થશે. બિઝનેસ સંબંધિત મામલામાં સમજી વિચારીને નિર્ણય લેવો. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. દાંપત્યજીવનની નાની મોટી સમસ્યાઓ દૂર થશે.
ધન રાશિ
ધન રાશિ ઉપર પણ રાહુ મહેરબાન રહેશે. બેરોજગાર લોકોને આ સમય દરમિયાન નોકરી મળી શકે છે. જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવશે. નોકરી કરતા લોકો જો જોબ બદલવાનું વિચારતા હોય તો સમય માર્ચ મહિના પછી સારો. સ્વાસ્થ્ય સુધરશે. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે