IPL: ગુજરાત ટાઈટન્સને મળ્યા 'ગુજરાતી માલિક', આ દિગ્ગજ કંપનીએ ખરીદી 67 ટકા ભાગીદારી
દવા અને ઉર્જા ક્ષેત્રમાં સંકટાળેલા ગુજરાતના બિઝનેસ જૂથ ટોરેન્ટ ગ્રૂપે હવે ખેલના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ટોરેન્ટ ગ્રૂપ દ્વારા આઈપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સમાં 67 ટકા ભાગીદારી ખરીદવામાં આવી છે.
Trending Photos
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સને નવા માલિક મળી ગયા છે. અમદાવાદના ટોરેન્ટ ગ્રુપ દ્વારા ગુજરાત ટાઈટન્સમાં મોટી ભાગીદારી ખરીદી લેવામાં આવી છે. એટલે કે આઈપીએલની નવી સીઝન પહેલા ટીમની માલિકીમાં મોટો ફેરફાર થઈ ગયો છે. મહત્વનું છે કે ગુજરાત ટાઈટન્સનું સંચાલન અમેરિકા સ્થિત ઇરેલિયા (સીવીસી) ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
આ અધિગ્રહણની રકમનો ખુલાસો થયો નથી. પરંતુ તેમ માનવામાં આવી રહ્યું છે કે ટોરેન્ટ ગ્રૂપે 7800 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઈટન્સમાં 67 ટકા ભાગીદારી ખરીદી છે. આ સાથે ટોરેન્ટ ગ્રુપે રમતગમતના ક્ષેત્રમાં પણ એન્ટ્રી કરી છે.
ટોરેન્ટ ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગ્રૂપે, તેની હોલ્ડિંગ કંપની ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (TIPL) દ્વારા, CVC કેપિટલ પાર્ટનર્સ (Irelia Sports India Pvt Ltd) પાસેથી IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સમાં 67 ટકાનો બહુમતી હિસ્સો હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર કર્યો છે."
વ્યવહાર વિવિધ મંજૂરીઓને (બીસીસીઆઈની મંજૂરી સહિત) આધીન છે.
ડીલ હેઠળ, Irelia ફ્રેન્ચાઇઝીમાં 33 ટકા હિસ્સો જાળવી રાખશે. આ સંપાદન સાથે, ટોરેન્ટ ગ્રૂપે ભારતના ઝડપથી વિકસતા ગેમિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.
આ તકે ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર જીનલ મહેતાએ કહ્યું- ભારતમાં રમતને મહત્વ મળી રહ્યું છે, તેથી ટોરેન્ટને આ ઝડપથી વધતા ક્ષેત્રમાં મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. "ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સેદારીના હસ્તાંતરણ સાથે, અમે અમારા ચાહકોના અનુભવને વધારવાની અને આગામી વર્ષોમાં વૃદ્ધિના નવા રસ્તા ખોલવાની તક મેળવવા માટે ઉત્સાહિત છીએ."
આ સેક્ટરમાં કામ કરે છે ટોરેન્ટ ગ્રૂપ
41,000 કરોડ (અંદાજે USD 4.9 બિલિયન) ની આવક અને અંદાજે રૂ. 2 લાખ કરોડ (અંદાજે USD 23 બિલિયન) ની ગ્રૂપ માર્કેટ કેપ સાથે ટોરેન્ટ ગ્રુપ ફાર્માસ્યુટિકલ્સ, પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ના ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવે છે. ટોરેન્ટ ગ્રૂપ નજીકના ભવિષ્યમાં ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિકલ્સ અને ડાયગ્નોસ્ટિક્સ સેક્ટરમાં પ્રવેશવાની યોજના પર કામ કરી રહ્યું છે. ગ્રૂપ સામૂહિક રીતે સમગ્ર ભારતમાં અને વિદેશમાં 25,000 થી વધુ લોકોને રોજગારી આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે