50 વર્ષ બાદ બન્યો 'મહાવિપરીત' રાજયોગ, 3 રાશિવાળાને અકલ્પનીય છપ્પરફાડ ધનલાભ થશે! સુખ-સંપત્તિમાં આવશે ઉછાળો
વૈદિક જ્યોતિષ મુજબ બુધ ગ્રહે ગોચર કરીને વિપરીત રાજયોગ બનાવ્યો છે. જેના કારણે 3 રાશિના જાતકોને ભારે ધનલાભ અને પ્રગતિના પ્રબળ યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ કે અશુભ રાજયોગનું નિર્માણ કરે છે. જેનો વ્યાપક પ્રભાવ માનવ જીવનની સાથે દેશ દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ હાલ અસ્ત છે અને કુંભ રાશિમાં પ્રવેશ કરી ગયા છે. જેના કારણે કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને બુધનો સંયોગ બનેલો છે. આ સાથે જ વિપરીત રાજયોગ પણ બન્યો છે. આવામાં કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓને કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે વિપરીત રાજયોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોતથી તમે ધન કમાવામાં સફળ રહેશો. આ સમય દરમિયાન તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે. આ સાથે જ જો તમારું કામ રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન સંપત્તિ સાથે જોડાયેલું હોય તો તમને સારો એવો લાભ થઈ શકે છે. વેપારમાં પ્રગતિ થઈ શકે છે અને આ માટે તમારી યોજનાઓ પણ કામ લાગશે.
કન્યા રાશિ
વિપરીત રાજયોગ કન્યા રાશિવાળાને પણ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીમાં કરિયર અને લગ્નનો સ્વામી થઈને છઠ્ઠા ભાવમાં બિરાજમાન છે. આથી આ સમય દરમિયાન તમારા કામકાજને બિરદાવવામાં આવશે. માન સન્માન મળી શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ફસાયેલું ધન પાછું મળી શકે છે. આવકમાં વધારો થશે. મકાન કે વાહન ખરીદવાની યોજના સફળ થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. ભૌતિક સુખ સુવિધાઓની ઈચ્છા વધશે. પૈસા કમાવવાની તક મળશે.
ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે વિપરીત રાજયોગનું બનવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે બુધ તમારી ગોચર કુંડળીમાં સપ્તમેશ અને દશમેશ હોય છે. તથા ત્રીજા સ્થાન પર બિરાજમાન છે. આથી આ સમયે જીવનસાથીની પણ પ્રગતિ થઈ શકે છે. ફસાયેલું ધન પાછું મળી શકે છે. તમે કોઈ નવી યોજના ઘડી શકો છો જેનાથી નફો થઈ શકે છે. ધન સંપત્તિમાં વધારાના યોગ છે. વાહન ખરીદી શકો છો. નોકરીયાતો માટે સારો સમય છે. આ સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થશે. ધન બચાવવામાં સફળ રહેશો.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos