India vs England : અમદાવાદમાં ગ્રીન પટ્ટી બાંધીને કેમ રમવા ઉતર્યા ભારત-ઈંગ્લેન્ડના ખેલાડીઓ ? મોટું કારણ આવ્યું સામે

Indian Cricket Team : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  આ મેચમાં એક ખાસ વાત જોવા મળી હતી. ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ ગ્રીન પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા, ત્યારે આ ગ્રીન પટ્ટી બાંધવા પાછળનું કારણ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

India vs England : અમદાવાદમાં ગ્રીન પટ્ટી બાંધીને કેમ રમવા ઉતર્યા ભારત-ઈંગ્લેન્ડના ખેલાડીઓ ? મોટું કારણ આવ્યું સામે

Indian Cricket Team :  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  આ મેચમાં એક ખાસ વાત જોવા મળી હતી. ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ હાથ પર ગ્રીન પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની 'ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ' પહેલને સમર્થન આપવા માટે આ ખેલાડીઓએ ગ્રીન પટ્ટી બાંધી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ શરૂ થયા બાદ BCCIએ એક નિવેદનમાં આ માહિતી આપી. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, બંને ટીમો બીસીસીઆઈની પહેલ - 'ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ' ને સમર્થન આપવા માટે ગ્રીન આર્મબેન્ડ પહેરીને રમવા ઉતરી છે. ICC ચેરમેન જય શાહ આ પહેલનું નેતૃત્વ કરી રહ્યા છે.

જય શાહે કરી જાહેરાત

ICCના ચેરમેન અને BCCIના પૂર્વ સચિવ જય શાહે સોમવારે આ પહેલની જાહેરાત કરી હતી. જય શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાનાર ત્રીજી વનડે દરમિયાન અમે એક ખાસ પહેલ 'ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ' શરૂ કરવા પર અમને ગર્વ છે.  આ પહેલ રમતગમત ક્ષેત્રની બહાર પ્રેરણા, એકતા અને કાયમી પ્રબાવ ઊભો કરવાની શક્તિ છે. આ પહેલ દ્વારા અમે દરેકને આગ્રહ કરીએ છીએ કે જીવનની ભેટ - સૌથી મહાન ભેટ આપવા તરફ એક પગલું ભરો.

Sport has the power to inspire, unite, and create lasting impact beyond the field. Through this initiative, we…

— Jay Shah (@JayShah) February 10, 2025

જય શાહે આગળ લખ્યું છે કે, એક સંકલ્પ, એક નિર્ણય, ઘણા લોકોના જીવન બચાવી શકે છે. આવો સાથે મળીને પરિવર્તન લાવીએ.' આ પહેલને વિરાટ કોહલી અને વાઇસ-કેપ્ટન શુભમન ગિલ સહિત ઘણા ભારતીય ખેલાડીઓએ ટેકો આપ્યો હતો. કોહલીએ બીસીસીઆઈ દ્વારા શેર કરેલા વિડિયોમાં કહ્યું કે, સૌથી મોટી સદી ફટકારો. તમારા અંગો અન્ય લોકોને તમારા જીવનકાળ પછી જીવવામાં મદદ કરી શકે છે. અંગ દાતા તરીકે નોંધણી કરો અને દરેક જીવનને મહત્વપૂર્ણ બનાવો.

ગિલ, અય્યર અને રાહુલે શું કહ્યું ?

શુભમન ગિલે કહ્યું કે, જીવનના કેપ્ટન બનો. જેમ એક કેપ્ટન ટીમને વિજય તરફ દોરી જાય છે, તેમ તમે તમારા અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લઈને કોઈને જીવન આપી શકો છો. પહેલને ટેકો આપનારા અન્ય ભારતીય ક્રિકેટરો બેટ્સમેન શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ હતા. અય્યરે કહ્યું, એક અંગ દાતા આઠ લોકોના જીવન બચાવી શકે છે. આજે સંકલ્પ લો અને માનવતા માટે સિક્સર ફટકારો. રાહુલે કહ્યું, સૌથી મોટી જીતનો શોટ રમો. તમારા અંગોનું દાન કરવાનો તમારો નિર્ણય કોઈના જીવનમાં મેચ-વિનિંગ ક્ષણ હોઈ શકે છે. મેદાનની બહાર પણ હીરો બનો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news