ધરતીની અંદર કંઈક સરકી રહ્યું છે? જો આશંકા સાચી પડી તો 24 કલાકથી ઓછો થઈ જશે દિવસ
Earths Inner Core: વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો ખૂબ જ આશ્ચર્યજનક છે. આ બદલાવ માત્ર ધરતીની અંદરના ભાગને જ નહીં પરંતુ પૃથ્વીના પરિભ્રમણ, દિવસની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્રને પણ અસર કરી શકે છે. તરંગોના પૃથ્થકરણથી ઘણા વધુ રહસ્યો બહાર આવ્યા છે.
Trending Photos
Seismic Wave Study: ધરતીના ગર્ભમાં કંઈક એવું થઈ રહ્યું છે જેને વૈજ્ઞાનિકો હજુ સુધી સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે ધરતીનો આંતરિક કોર તેનો આકાર બદલી રહ્યો છે. આ શોધ આપણા 24 કલાકના દિવસની લંબાઈ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને અન્ય ભૂગર્ભીય પ્રક્રિયાઓને અસર કરી શકે છે. લાંબા સમયથી એવું માનવામાં આવે છે કે, પૃથ્વીનો આંતરિક કોર નક્કર અને સ્થિર છે, પરંતુ નવા અભ્યાસોએ આ ધારણાને પડકારી છે.
ભૂકંપના તરંગોથી થયો ખુલાસો
નેચર ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર આ શોધનો આધાર ભૂકંપના તરંગોનું વિશ્લેષણ છે. વૈજ્ઞાનિકોએ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત સાઉથ સેન્ડવિચ આઈલેન્ડ્સમાં આવેલા ભૂકંપના તરંગોને અલાસ્કા અને કેનેડામાં સ્થાપિત સિસ્મોમીટર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યા છે. 2004 અને 2008ની વચ્ચે નોંધાયેલ આંકડાઓથી જાણવા મળ્યું છે કે, કેટલાક તરંગોનું સ્વરૂપ (waveform)માં બદલાવ આવ્યો છે. તેનું કારણ એ હતું કે, આ તરંગો ધરતીના આંતરિક કોરમાંથી પસાર થયા હતા, જે સમય સાથે તેનો આકાર બદલી રહ્યા હતા.
આંતરિક કોરની ગતિ અને વિકૃતિ
પૃથ્વીનો આંતરિક કોર બાહ્ય કોરથી ઘેરાયેલો છે અને બન્ને વચ્ચેની સીમા લગભગ 5,100 કિલોમીટર નીચે સ્થિત છે. અગાઉના અભ્યાસોએ આ સાબિત થઈ ચૂક્યું છે કે, અંદરનો કોર ઘન ધાતુનો બનેલો છે અને આ ઓગળેલો બાહ્ય કોરમાં ફરતો રહે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, તેની પરિભ્રમણની ગતિ સમયાંતરે ઝડપી અને ધીમી થાય છે. જો કે, કેટલાક નિષ્ણાતો માને છે કે, આ પરિવર્તન માત્ર આંતરિક કોરના પરિભ્રમણને કારણે જ નહીં પરંતુ બાહ્ય કોર સાથેના તેના જોડાણમાં ભૌતિક ફેરફારોને કારણે પણ હોઈ શકે છે.
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને દિવસની લંબાઈ પર અસર
આ અભ્યાસ ધરતીના ઊંડાણમાં થઈ રહેલા ફેરફારોને સમજવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આંતરિક કોર સમયની સાથે ધીમે ધીમે વધી રહ્યો છે. કારણ કે, બાહ્ય કોરમાં રહેલ લોખંડના કણો સ્ફટિકીકરણ થઈને તેના પર જામી જાય છે. આ પ્રક્રિયા બાહ્ય કોરમાં ગતિશીલતા જાળવી રાખે છે, જેના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સક્રિય રહે છે. આ ઉપરાંત આંતરિક કોરના પરિભ્રમણની ગતિમાં બદલાવ થવાથી પૃથ્વીના પરિભ્રમણને અસર કરી શકે છે, જેના કારણે દિવસની લંબાઈ થોડી વધુ કે ઓછી હોઈ શકે છે.
હજુ વધુ રિસર્ચની જરૂર
આ રિસર્ચથી પૃથ્વીના આંતરિક કોર વિશેની અમારી સમજમાં વધારો થયો છે પરંતુ ઘણા પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા છે. વૈજ્ઞાનિકો હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે, શું આ બદલાવ ભવિષ્યમાં દિવસની લંબાઈને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. અમેરિકાના વૈજ્ઞાનિક જ્હોન વિડેલના જણાવ્યા અનુસાર હવે પહેલીવાર આપણે જોઈ રહ્યા છીએ કે, આંતરિક કોર વિકૃત થઈ રહ્યો છે. અમને તેને વધુ ઊંડાણથી સમજવાની જરૂર છે જેથી પૃથ્વીના રહસ્યો બહાર આવી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે