230 કિમીની ઝડપે ફૂંકાશે પવન! આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી! જાણો ગુજરાત માટે શું કહે છે અંબાલાલ?
Gujarat weather Update: દેશમાં આજે હવામાનની પેટર્ન ફરી બદલાઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કડાકા ભડાકા સાથે વાદળો ગજરજશે અને વીજળી સાથે જોરદાર પવન પણ ફૂંકાશે. IMDએ આ અંગે એલર્ટ પણ જાહેર કર્યું છે. બીજી બાજુ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, હાઈવે પર લોકોને ઓછા પ્રકાશના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઓછી જણાઈ રહી છે, ત્યારે અંબાલાલની તે આગાહી સાચી પડી છે.
દિલ્હી એનસીઆરમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનું આગમન થયું છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે. ઘણા રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે, જ્યાં વાવાઝોડું આવશે. દિવસ દરમિયાન જોરદાર તડકો પડી રહ્યો છે અને સવાર-સાંજ જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પાકિસ્તાન અને પડોશમાં એક સાઈક્લોનિક સર્કુલેશનના રૂપમાં સક્રિય છે. ઉત્તર-પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના મેદાનોમાં દરિયાની સપાટીથી 12.6 કિમી ઉપર 231 કિલોમીટર (125 નોટ) પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પૂર્વોત્તર આસામ અને નીચલા ક્ષોભમંડલ સ્તરોમાં સાઈક્લોનિક સર્કુલેશન બનેલું છે.
જેના પ્રભાવ હેઠળ 12 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ગાજવીજ અને વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં અમુક વિસ્તારોમાં હિમવર્ષા પણ થશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 12 ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ પડશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે.
બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં 13 ફેબ્રુઆરી સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ચાલો જાણીએ IMD નું લેટેસ્ટ અપડેટ શું છે? ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને પાડોશ પર એક સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય છે અને બીજું સાઈક્લોનિક સર્કુલેશન ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં છે.
આગામી 3 દિવસમાં તાપમાન કેટલું રહેશે?
આગામી 3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં અને ત્યારબાદ 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. મહારાષ્ટ્ર પ્રદેશમાં આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.
આ રાજ્યોને આવરી લેશે ધુમ્મસ
12 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં શીત લહેર ચાલશે. બિહારમાં 12 ફેબ્રુઆરી સુધી અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં 13 ફેબ્રુઆરી સુધી સવારે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ ભારત, પશ્ચિમ ભારત, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના મેદાનોમાં લઘુત્તમ તાપમાન 7-14 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. પંજાબના આદમપુર IAFમાં દેશના મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું 6.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
ક્યાં કેટલો છે પારો?
છેલ્લા 24 કલાકમાં હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં લઘુત્તમ તાપમાનમાં 1-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, તમિલનાડુ, છત્તીસગઢમાં તાપમાનમાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢના અલગ-અલગ સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું, જ્યારે ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને ઝારખંડમાં ઘણા સ્થળોએ સામાન્ય કરતાં ઘણું વધારે હતું.
દિલ્હી NCRનું કેવું છે હવામાન?
IMD અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હી NCRમાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 26 થી 28 °C અને 10 થી 12 °C ની વચ્ચે છે. 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન રાજધાનીમાં આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે તમને ગરમીનો અનુભવ થશે, પરંતુ સવારે અને સાંજે તમને ઠંડકનો અનુભવ થશે. બપોરે 18-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે કે આગામી કેટલાક દિવસો એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેશે. એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતા નહીંવત છે. હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ વર્ષા મોટાભાગે આ સમયમાં ઝાકળ વર્ષા એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે. ઝાકળને કારણે શિયાળું પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકડ આવવાનો નથી એટલે જાકડ વરસાદથી પણ કોઈએ ડરવાનું નથી હાક જોવા મળશે પણ એ છૂટા છવાયા વિસ્તારમાં હશે.
ભારતના 7 રાજ્યોમાં વરસાદની ચેતવણી આપી છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 11 થી 15 ફેબ્રુઆરી વચ્ચે વરસાદની શક્યતા. આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા - હળવો વરસાદ અને તેજ પવનની અપેક્ષા છે રાત્રી અને સવારના સમયે હળવી ઠંડી રહેશે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24-26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. કેટલાક વિસ્તારોમાં હળવા ઝાકળ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર ભારતમાં ધીમે ધીમે ઠંડી ઓછી થશે અને દિવસ તડકો રહેશે. ઉત્તરપૂર્વ ભારત અને બંગાળમાં 15 ફેબ્રુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે.
Trending Photos