પાવડાનાં ઘા ઝીંકી માથું ફોડ્યું, કુહાડીથી મોઢું છુંદયું, હાથના કાંડા કાપ્યા! ગુજરાતની આ ઘટના ધ્રુજાવી નાંખશે!

આણંદ તાલુકાના વહેરાખાડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક દંપતીએ મળીને એક યુવકની હત્યા કરી નાખી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઘટના મુજબ, 38 વર્ષીય નબીશા છોટુશા દિવાન પોતાના તબેલામાં ભેંસો દોહવા ગયો હતો..

પાવડાનાં ઘા ઝીંકી માથું ફોડ્યું, કુહાડીથી મોઢું છુંદયું, હાથના કાંડા કાપ્યા! ગુજરાતની આ ઘટના ધ્રુજાવી નાંખશે!

બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં વ્હેરાખાડી ગામે ઠાકોરીયા વિસ્તારમાં રહેતી પરિણિતાનાં એક તરફી પ્રેમમાં પડેલા યુવાનની પરિણિતાનાં પતિ સહીત ત્રણ જણાએ કરપીણ હત્યા કરતા આ બનાવમાં પોલીસે હત્યાનાં ગુનામાં દંપતીની ધરપકડ કરી હત્યાની ધટનાનાં માત્ર ત્રણથી ચાર કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. 

વ્હેરાખાડી ગામમાં રહેતા 39 વર્ષિય નબીશા છોટુશા દિવાન વ્હેરાખાડી ગામની સીમમાં ઠાકોરીયા વિસ્તારમાં કેનાલ પાસે આવેલા પોતાનાં ખેતરમાં ભેંસોનો તબેલો બનાવી પશુપાલન તેમજ ખેતી કરે છે, તેઓ ગત રવિવારે નબીશા તેમજ પોતાનાં મોટા ભાઈ ઉસ્માનશાનાં પરિવાર સાથે પીર ભડીયાદ દર્શન કરવા ગયા હતા. અમને સાંજે ધરે પરત આવ્યા બાદ મોડી સાંજનાં સુમા્રે પોતાનાં તબેલામાં ભેંસો દોહવા ગયા હતા અને ત્યારબાદ રાત્રે પોણા દસ વાગ્યા સુધી ધરે પરત નહી આવતા નબીશા દિવાનનાં પત્ની નાઝીયાબાનુએ પોતાનાં જેઠ શાબીરશા જાણ કરતા જેઠ સાબીરશા દિવાન અને પુત્ર ફૈજ ખેતરમાં જઈ તબેલામાં નબીશાની તપાસ કરતા તબેલામાં લોહીથી લથપથ નબીશાની ઉંધી લાશ પડી હતી.

આ ઘટનાને લઈને શાબીરશાએ પોતાનાં પરિવારજનો તેમજ સગાસંબધીઓને જાણ કરતા પરિવારજનો સગા સબંધીઓ તેમજ ગ્રામજનોનાં ટોળા ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ખંભોળજ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ ધટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા ડીવાયએસપી, એલસીબી, ભાલેજ, ઉમરેઠ અને વાસદ પોલીસ પણ ધટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે હત્યાનો ભોગ બનનાર નબીશાનાં ભાઈ સાજીદશા છોટુશા દિવાનની ફરીયાદનાં આધારે હત્યાનો ગુનો નોંધી હ્યુમન રીસોર્ટ, ટેકનીકલ રીસોર્ટ અને ડૉગ સ્કવોર્ડની મદદ લીધી હતી. 

સમગ્ર ઘટનામાં એલસીબી પી.આઈ એચ આર બ્રહ્મભટ્ટ તેઓની ટીમ તેમજ ખંભોળજ પોલીસે તપાસનો ધમઘમાટ તેજ કર્યો હતો અને તપાસ દરમિયાન પોલીસને બાતમી અને ડોગ સ્કવોર્ડની મદદથી હત્યાની ધટનાનાં માત્ર ત્રણથી ચાર કલાકમાંજ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જેમાં પોલીસે તબેલાની પાછળનાં ભાગમાં નજીકમાં રહેતા દંપતી 36 વર્ષિય જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોર અને 32 વર્ષિય ભાવનાબેન જયદીપભાઈ ઉર્ફે જગો ઠાકોરની અટકાયત કરી તેઓની ઝીણવટભરી પુછપરછ કરતા દંપતીએ પોતાનાં એક મિત્રની મદદથી ત્રણેય ભેગા મળીને નબીશાની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

મરનાર નબીશા દિવાન છેલ્લા છ માસથી ભાવનાબેનની સાથે પ્રેમસબંધ રાખવા દબાણ કરી હેરાન પરેશાન કરતો હતો.જેથી ભાવનાબેનએ આ બાબતે પોતાનાં પતિ જયદીપભાઈ ઉર્ફે જગોને જાણ કરતા જયદીપ ઉર્ફે જગો આ જાણીને ઉસ્કેરાઈ ગયો હતો.

ગત રવિવારની મોડી સાંજે નબીશા દિવાન પોતાનાં ભેંસોનાં તબેલામાં ભેંસો દોહવા ગયા હતા ત્યારે જયદીપ ઉર્ફે જગો તેની પત્ની ભાવના અને અન્ય એક મિત્ર સહીત ત્રણેય જણા પાવડો, કુહાડી અને લાકડી લઈને તબેલામાં ધુસી ગયા હતા અને નબીશા પર પાછળથી હુમલો કરી માથામા તેમજ હાથનાં કાંડામાં તિક્ષ્ણ હથીયાર અને પાવડાનાં ધા ઝીંકી માથુ ફાડી નાખી તેમજ મોઢુ છુંદી નાખી તેમજ હાથ કાંડામાંથી કાપી નાખી ક્રુરતા પૂર્વક કરપીણ હત્યા કર્યા બાદ પોતાનાં ધરે ચાલ્યા ગયા હતા. હત્યાની ધટનામાં પોલીસે હત્યા કરનાર દંપતીની ધરપકડ કરી છે,જયારે હત્યાનાં ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news