ઉતાવળ કરજો! સોનું થઈ ગયું છે સસ્તું, જાણો 10 ગ્રામનો શું છે ભાવ?
Gold Price Today: સોનાનો ભાવ તાજેતરના રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ ભારે પ્રોફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે, જેના કારણે બજારમાં ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 85,000 રૂપિયાની નીચે આવી ગયું છે.
Trending Photos
Gold Price Today: સોનાનો ભાવ તાજેતરના રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ ભારે પ્રોફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે, જેના કારણે બજારમાં ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 85,000 રૂપિયાની નીચે આવી ગયું છે. થોડા દિવસો પહેલા જ સોનું 86,360 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતું, પરંતુ હવે તેમાં 1500 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. MCX પર ચાંદી 95,000 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. તાજેતરના સમયમાં ચાંદીમાં પણ મજબૂતી જોવા મળી હતી, પરંતુ હવે તેમાં સુધારો જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં પણ ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. કોમેક્સ (COMEX) પર સોનું 2,910 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યું છે, જે તાજેતરના રેકોર્ડ સ્તરથી 60 ડોલર નીચું છે. યુએસ ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઘટાડા પાછળના મુખ્ય કારણો
વિશ્લેષકોનું માનવું છે કે, યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેની અનિશ્ચિતતા, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ અને વૈશ્વિક બજારમાં ઉથલપાથલના કારણે રોકાણકારોએ સુરક્ષિત સંપત્તિમાંથી નાણાં કાઢવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
નિષ્ણાતોના મતે જો ડોલર સતત મજબૂત થતો રહેશે અને વ્યાજદરમાં વધારાની શક્યતા રહેશે તો સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જો કે, લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સોનાને હજુ પણ સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને રોકાણકારોને વ્યૂહરચના સાથે આગળ વધવાની સલાહ આપવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે