મોબાઈલમાં ધીમું ચાલે છે ઈન્ટરનેટ ? એક બટન દબાવતા જ બમણી થઈ જશે સ્પીડ, મળી ગયો બેસ્ટ જુગાડ
Boost internet speed: જો તમારા મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી છે અથવા અટકી અટકીને ચાલી રહ્યું છે, તો આ સરળ સ્ટેપ્સ અપનાવીને તમે તમારા મોબાઈલમાં ઈન્ટરનેટ સ્પીડ વધારી શકો છો. આ માટે તમારે તમારા ફોનના કેટલાક સેટિંગ્સમાં ફેરફાર કરવો પડશે.
Trending Photos
Boost internet speed: આજકાલ ઈન્ટરનેટ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, તેથી જ્યારે આ ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ જાય ત્યારે લોકો ખૂબ જ પરેશાન થઈ જાય છે. સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું મુશ્કેલ બની જાય છે, વીડિયો જોતી વખતે બફરિંગ થાય છે, ઓનલાઈન મીટિંગ્સ અથવા એક્ઝામ દરમિયાન સમસ્યાઓ આવે છે. જો તમારે પણ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તમે તેનો ઉકેલ શોધી રહ્યા છો, તો તમે કેટલાક સરળ સ્ટેપ્સ અપનાવીને તમારા મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ વધારી શકો છો, આ માટે તમારે તમારા ફોનના કેટલાક સેટિંગ્સમાં ફેરફાર કરવો પડશે.
કેવી રીતે કરવું નેટવર્ક સેટિંગ રીસેટ ?
ધીમી ઈન્ટરનેટ સ્પીડનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે તમારો ફોન ઓછી બેન્ડવિડ્થવાળા નેટવર્ક પર અટકી ગયો છે. નેટવર્ક પ્રોવાઈડર કરતી કંપનીઓ 3G, 4G, LTE અને VoLTE જેવી અલગ અલગ ઇન્ટરનેટ બેન્ડ ટ્રાન્સમિટ કરે છે.
ક્યારેક ક્યારેક તમારો ફોન ધીમી નેટવર્ક સ્પીડવાળા બેન્ડ પર જતો રહે છે અને અટકી જાય છે. ભલે તમે હાઈ-સ્પીડ નેટવર્કની રેન્જમાં આવી જાવ તો પણ ફોન ઓટોમોટિક રીતે હાઈ-સ્પીડ નેટવર્ક પર શિફ્ટ થતો નથી. આવી સ્થિતિમાં તમારે જાતે નેટવર્ક સેટિંગ રીસેટ કરવું પડશે, જેનાથી ઈન્ટરેટની સ્પીડ વધી જશે.
નેટવર્ક સેટિંગ રીસેટ કરવાની રીત
- સેટિંગ્સમાં જાઓ
- મોબાઈલ નેટવર્ક ઓપ્શન પર ક્લિક કરો
- નેટવર્ક પ્રોવાઈડર ઓપ્શન સિલેક્ટ કરો
- સિલેક્ટ ઓટોમેટિક પર ક્લિક કરો
- ઓટોમેટિક મોડને ટર્ન ઓફ કરો
ત્યાર બાદ તમાકા નેટવર્ક પ્રોવાઈડરને મેન્યુઅલી સિલેક્ટ કરો અને તેના પર ક્લિક કરો. ત્યાર બાદ ફોનને એકવાર રિસ્ટાર્ટ કરો. આ પ્રોસેસ કર્યા બાદ તમારો ફોન ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડવાળા નેટવર્ક સાથે કનેક્ટ થઈ જશે અને તમારા ફોનમાં ઈન્ટરનેટની સ્પીડ વધી જશે.
4G અથવા LTE નેટવર્ક કેવી રીતે પસંદ કરવું ?
- સેટિંગ્સમાં જાઓ
- કનેક્શન ઓપ્શન પર ક્લિક કરો
- સિમ કાર્ડ મેનેજર સિલેક્ટ કરો
- મોબાઈલ ડેટા અથવા મોબાઈલ નેટવર્ક પર જાઓ
- LTE/3G/2G ઓપ્શન પર ક્લિક કરો
- સેટિંગ્સમાંથી બહાર નીકળો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે