Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ બાદ દુર્લભ સંયોગ, આ ત્રણ જાતકોનું બેન્ક બેલેન્સ વધશે, નોકરી-ધંધામાં મળશે સફળતા

Maha Shivratri 2025 Lucky Zodiac: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે મહાશિવરાત્રિ પર દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ સંયોગ ત્રણ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને લાભકારી છે. 

1/5
image

Maha Shivratri 2025 Lucky Zodiac: હિન્દુ પંચાગ અનુસાર મહાશિવારાત્રિનું પર્વ 26 ફેબ્રુઆરી 2025ના ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતિના લગ્ન થયા હતા. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ વર્ષે મહાશિવરાત્રિ પર એક મોટો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. હકીકતમાં આ વર્ષે મહાશિવરાત્રિ પર આશરે 60 વર્ષ બાદ ધનિષ્ઠા નક્ષત્ર, પરિધ યોગ, શકુની કરણ અને મકર રાશિમાં ચંદ્રની ઉપસ્થિતિ રહેશે. તેવામાં જ્યોતિષ શાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે આ દુર્લભ સંયોગ રાશિચક્રની ત્રણ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. આવો જાણીએ મહાશિવરાત્રિ પર બનનાર દુર્લભ સંયોગથી કઈ ત્રણ રાશિના જાતકોને ફાયદો થશે.   

મેષ રાશિ

2/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિ પર બનનાર દુર્લભ સંયોગ મેષ રાશિ માટે અત્યંત શુભ છે, આ દિવસથી મેષ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. આ દરમિયાન તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. ધનનું આગમન વધશે અને ખર્ચ પર નિયંત્રણ રહેશે. તમને ઈચ્છીત નોકરીની ઓફર મળી શકે છે. આ સાથે પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. 

મિથુન રાશિ

3/5
image

મહાશિવરાત્રિ મિથુન રાશિના જાતકો માટે શુભ છે. આ દિવસથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન સંબંધિત કાર્યોમાં મોટી સફળતા મળશે. સંબંધમાં સુધાર આવશે. આ દરમિયાન તમારૂ દાંપત્ય જીવન સુખદ રહેશે. નોકરી કરનાર જાતકોના માન-સન્માનમાં વધારો થશે. કારોબારમાં આર્થિક લાભની તક મળશે. પરિવારમાં માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળી શકે છે. માનસિક રૂપથી પ્રસન્ન રહેશો. 

સિંહ રાશિ

4/5
image

મહાશિવરાત્રિ સિંહ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે. આ દરમિયાન વેપાર કરનાર જો રોકાણ કરે છે તો તેને વિશેષ નફો મળશે. આ દરમિયાન બિઝનેસમાં રોકાણ કરવાથી બમણો લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં રાહત મળી શકે છે. તો તમારા અટવાયેલા પૈસા પરત મળી શકે છે. કારોબારમાં આર્થિક વિસ્તાર થશે. જમીન સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળશે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.