365 દિવસ બાદ ધનના દાતા થશે ઉદિત, આ જાતકોની બલ્લે-બલ્લે, દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભનો યોગ
Venus Uday in Meen: ધનના દાતા શુક્ર મીન રાશિમાં ઉદિત થવાના છે, જેનાથી ત્રણ જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા સાથે ધનલાભ થઈ શકે છે.
મીન રાશિમાં શુક્રનો ઉદય
દૈત્યોના ગુરૂ શુક્ર એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકો પર જરૂર પડે છે. શુક્ર દેવની સ્થિતિમાં આ ફેરફારનો પ્રભાવ દેશ-દુનિયા પર પણ જોવા મળે છે. મહત્વનું છે કે શુક્ર આ સમયે મીન રાશિમાં બિરાજમાન છે. આ દરમિયાન તે પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે. શુક્ર હોળી બાદ એટલે કે 19 માર્ચે મીન રાશિમાં અસ્ત થશે. આ સાથે કુલ 4 દિવસ અસ્ત રહ્યાં બાદ 23 માર્ચે સવારે 5 કલાક 49 મિનિટ પર ઉદિત થઈ જશે. શુક્રના મીન રાશિમાં ઉદય થવાની સાથે કેટલાક જાતકોને લાભ મળશે. આવો જાણીએ શુક્રના ઉદિત થવાથી કયાં જાતકોને ફાયદો થશે.
કુંભ રાશિ
શુક્રના આ રાશિમાં હોવાથી જીવનમાં ખુશીઓનું આગમન થશે. લાંબા સમયથી અટવાયેલા કામ થવાની સાથે ધન-ધાન્યની કમી દૂર થઈ શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. તમારા લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થવાની સાથે તમને ખુબ સફળતા મળશે. તમારી પર્સનાલિટીમાં નિખાર આવશે. તેવામાં ઘણા લોકો તમારા વ્યક્તિત્વ પ્રત્યે આકર્ષિત થશે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. તમારી ઇચ્છાશક્તિ પ્રબળ થશે, જેનાથી તમારા જીવનમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે. આ રાશિના ત્રીજા ભાવમાં શુક્ર ઉદિત થશે, જેનાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. નાના ભાઈ-બહેનોનો સાથ મળવાનો છે. તમારા દ્વારા કોઈ કામમાં કરવામાં આવી રહેલી મહેનત સફળ થઈ શકે છે. તમારા વિશેષ લોકો સાથે સંપર્ક બંધાશે. તેવામાં તમારા કરિયરમાં મહત્વપૂર્ણ પ્રભાવ જોવા મળી શકે છે. લવ લાઇફ સારી રહેશે. પાર્ટનર સાથે કોઈ ટ્રિપ કે યાદગાર ડિનર પર જઈ શકો છો. શુક્રની કૃપાથી સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે.
ધન રાશિ
આ રાશિના ચોથા ભાવમાં શુક્ર ઉદિત થશે. તેવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે. આ સાથે રિયલ એસ્ટેટ, ડિઝાઇનિંગ, સેલ્સ વગેરે ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને ખુબ લાભ મળી શકે છે. તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે. મિત્રો અને પરિવાર સાથે સમય પસાર થશે. જીવનમાં તમે લક્ષ્ય મેળવવામાં સફળ થશો. માતા-પિતાનો સાથ પણ તમને મળી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos